વિધાનસભાની ચૂંટણી

ઓકટોબરના પહેલા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થશે

Uncategorized

નવેમ્બરના અતં કે ડિસેમ્બરના પહેલા સાહમાં મતદાનની સંભાવના, પંચના મુખ્ય કમિશનર ૨૬–૨૭એ ગુજરાતમાં


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭ની ચૂંટણી તારીખ કરતાં એક સાહ વહેલી એટલે કે નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પ્રારંભે થાય તેવી સંભાવના છે. ચૂંટણી પચં ઓકટોબરના પહેલા સાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી સંભાવના છે.


આ વખતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન હોવાથી ૧૫ ડિસેમ્બર પહેલાં ચૂંટણી પૂર્ણ કરવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. કેમ કે શતાબ્દી મહોત્સવ ૧૫મી ડિસેમ્બર થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન થવાનો છે.


અલબત્ત, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે તેઓ રાયના વિવિધ અધિકારીઓ સાથે બેઠકો સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા કરશે. આવખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર, ચૂંટણી કમિશનર અનૂપચદ્રં પાંડે અને અન્ય સિનિયર અધિકારીઓ ગુજરાત આવી રહ્યાં છે.


ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર્રીય નેતાઓની વધતી મુલાકાતો વહેલી ચૂંટણીનો સંકેત આપે છે. આ વખતે મોંઘવારી, વિવિધ આંદોલનો, આમ આદમી પાર્ટીનો ડર, ખેડૂતોના પ્રશ્નો અને રોજગારી જેવા મુદ્દાઓ સામે આવી રહ્યાં છે.


રાયમાં શ્રાદ્ધ પક્ષ પછી નવરાત્રી શ થતાંની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શ થવાનો છે. પાંચ દિવસની મુલાકાતમાં તેઓ ૧૨થી વધુ જનસભાને સંબોધી શકે છે. મોદી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, જેમાં તેઓ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજી જવાના છે. તેઓ ૯ થી ૧૧ ઓકટોબરે પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. ઓકટોબરમાં તેમના પ્રવાસ જામનગર, ભચ, મોડાસા અને રાજકોટ વિસ્તારમાં છે.


ભાજપના રાષ્ટ્ર્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસને ધ્યાને રાખતાં વહેલી ચૂંટણીનો સંકેત છે, જો કે ચૂંટણી બહત્પં દિવસ વહેલી નહીં હોય. ગઇ ચૂંટણીની તારીખ કરતાં એક સાહનો ફરક પડી શકે છે. જો કે ચૂંટણી કયારે જાહેર કરવી એ ભારતના ચૂંટણી પચં પર અવલંબે છે પરંતુ ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓ સાથેની બેઠક પછી ચૂંટણી પચં તારીખ જાહેર કરે તેમ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *