- કોરોના વાઈરસના એપી સેન્ટર વુહાનમાં પણ આ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે, બે દિવસ પહેલા દિલ્હી આવ્યું
- આ મશિન છેલ્લા 10 વર્ષથી બજારમાં છે, ટેસ્ટિંગ કરાયું તો જાણ થઈ કે કોવિડ-19માં પણ કારગર છે
ભોપાલ. દેશમાં એવું મશીન આવી ચૂક્યું છે જે કોવિડ-19ના વાઈરસના સરફેસ અને હવામાં 99 ટકા ખતમ કરી શકે છે. આ મશીનને બનાવનાર કંપનીનો દાવો છે કે આ એર ડિસઈન્ફેક્શન મશીનનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોમાં લગભગ 10 વર્ષથી બેક્ટરિયાને મારવા માટે થઈ રહ્યો હતો અને કોરોના વાઈરસને પણ ખતમ કરવામાં તે કારગર સાબીત થયું છે.
સ્પેન, ચીનના વુહાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં હોસ્પિટલ, ઓફિસ જેવી જગ્યાએ સંક્રમણ મુક્ત કરવા માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. મશીન 500થી 800 ક્વેરફૂટના વિસ્તારને બે કલાકમાં સંક્રમણ મૂક્ત કરી દે છે.
જાન્યુઆરીમાં યુનિવર્સિટી ઓફ બાર્સિલોનામાં તેનું રેસ્પિરેટરી સિંક્રાઈટિયલ વાયરસ (RSV) ઉપર ટેસ્ટિંગ થયું. તપાસમાં જાણ થઈ કે બે કલાકમાં આ મશીન દ્વારા વેટ કન્ડિશનમાં 99 ટકા અને ડ્રાયમાં 92 ટકા સુધી વાયરસ ખતમ કરી શકાય છે.
આરએસવીને કોવિડ-19થી પણ ખતરનાક વાયરસ માનવામાં આવે છે. તેના હુમલાથી ફેફસા ખરાબ રીતે ડેમેજ થાય છે અને દર્દીને બચાવવો મુશ્કેલ બની જાય છે.આ આધારે નિર્માતા દાવો કરી રહ્યા છે કે કોવિડ-19માં આ ખુબ કારગર સાબીત થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આ મશીનના ડિસ્ટ્રીબ્યુટર મનીષ બિયાનીએ જણાવ્યું કે દિલ્હીમાં બે દિવસ પહેલા આ મશીન આવ્યું છે અને મધ્યપ્રદેશમાં શનિવાર-રવિવાર સુધીમાં આવશે. પહેલા હોસ્પિટલમાં તેની સપ્લાઈ કરાશે.સ્ટોરીમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે.