સાઉથ ઈન્ડિયન ફિલ્મોના એકટર અનિલ નેદુમંગડનું શુક્રવારે મોત નિપજ્યું છે. રિપોટ્સ મુજબ 48 વર્ષના અનિલ કેરળના મલંકારા ડેમમાં ડૂબી ગયા છે. આ દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ પીસનું શૂટિંગ થોડુપુઝામાં કરી રહ્યાં હતા. કાસ્ટ અને ક્રૂ શૂટિંગમાંથી ઈન્ટરવલ લીધો તો અનિલ પોતાના કેટલાંક મિત્રોની સાથે ડેમમાં નાહવા ગયા, જ્યાં તેમની સાથે આ દુર્ઘટના ઘટી.
કમ્માટી પાડમ, નઝન સ્ટીવ લોપેઝથી ઓળખ બનાવનાર અનિલ અંતિમ વખત ફેબ્રુઆરી 2020માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ પાપમ ચેય્યથવર કલ્લરિયાતમાં જોવા મળ્યા હતા.
ઊંડી જગ્યાએ ફસાય ગયા હતા અનિલ
જ્યારે અન્ય લોકો ન્હાવાની મજા લઈ રહ્યાં હતા, ત્યારે નેદુમંગડ ઊંડા પાણીમાં ચાલ્યા ગયા જ્યાં તેઓ ફસાય જતા પાણીની બહાર જ ન આવી શક્યા. જ્યારે તેમના મિત્રોને તેઓ ગુમ થયા છે તે અંગે જાણ થઈ ત્યારે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ડૂબકી લગાવનાર અને બચાવ કર્મચારીઓની મદદથી નેદુમંગડને બહાર કાઢવામાં આવ્યા. જે બાદ તેઓને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોકટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.