સિંગર તથા ‘ઈન્ડિયન આઈડલ’ને હોસ્ટ કરતાં આદિત્ય નારાયણે 3 એપ્રિલના રોજ સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ઘરમાં જ છે. જોકે, હવે આદિત્યના પિતા તથા દિગ્ગજ સિંગર ઉદિત નારાયણે દીકરા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આદિત્ય ઘરે નહીં, પરંતુ હોસ્પિટલમાં એડમિટ છે.
આદિત્યે કહ્યું, મારા માટે દુઆ કરો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ઉદિતે કહ્યું હતું, ‘આદિત્ય હોસ્પિટલમાં એડમિટ થયો છે. બની શકે કે તે ક્વૉરન્ટીન માટે ત્યાં ગયો હોય. જોકે, હવે સારું છું. દીકરો તથા વહુ હેલ્થ અંગે સતત અપડેટ આપે છે. હમણાં જ આદિત્યનો મેસેજ આવ્યો હતો. તેણે કહ્યું હતું, પપ્પા મારી ચિંતા ના કરું. હું ઠીક છું. બસ મારા માટે પ્રાર્થના અને દુઆ કરો.’ ઉદિત નારાયણે કહ્યું હતું કે આદિત્યને સાજા થવામાં ઓછામાં ઓછા 10 દિવસ થશે.
સો.મીડિયામાં પોઝિટિવ હોવાની જાણ કરી હતી

આદિત્યે સો.મીડિયામાં કહ્યું હતું, ‘કમનસીબે મારી પત્ની શ્વેતા તથા હું કોવિડ 19 પોઝિવિટ થયાં છીએ. અમે ક્વૉરન્ટીનમાં છીએ. પ્લીઝ સલામત રહો. સતત પ્રોટોકોલ્સનું પાલન કરો અને અમારા માટે પ્રાર્થના કરો. આ સમય પણ પસાર થઈ જશે.’
શોમાં આદિત્યને બદલે જય ભાનુશાલી જોવા મળ્યો
હાલમાં આદિત્ય ‘ઈન્ડિયન આઈડલ 12’ને હોસ્ટ કરે છે. જોકે, આદિત્યને બદલે હવે જય ભાનુશાલી આ શોને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. આદિત્યે ગયા વર્ષે એક્ટ્રેસ શ્વેતા સાથે લગ્ન કર્યાં હતાં.