- 9 એપિસોડ્સની આ સિરીઝમાં દરેક પાત્રને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે
- રેટિંગઃ 4/5
- સ્ટારકાસ્ટઃ મનોજ વાજપેઈ, સામંથા, પ્રિયામણિ, શારિબ હાશ્મી, નીરજ માધવ, દર્શન કુમાર તથા શ્રેયા ધનવંતરી
- ડિરેક્ટરઃ સુપર્ણ એસ વર્મા
- પ્રોડ્યૂસરઃ રાજ એન્ડ ડીકે
- સંગીતઃ સચિન-જીગર
‘ધ ફેમિલી મેન 2’ માં જેટલી એક્શન, સસ્પેન્સ તથા એડવેન્સર છે, તેટલી જ સટાયરિકલ પણ છે. હસતા હસતા પોતાના પંચથી સમાજની રચના તથા વ્યવસ્થા પર તીખા સવાલો કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સામાન્ય કે ખાસ નાગરિક દેશ માટે મરવા તૈયાર છે. તેની પાસે અપેક્ષા પણ રાખવામાં આવે છે કે તે આવું જ કરે, પરંતુ સામે આ દેશ તેના માટે શું કરે છે. આ વખતે આ સવાલની આસપાસ રાષ્ટ્રનો સામાન્ય નાગરિક, રક્ષક તથા ભક્ષક તમામના અધિકાર તથા કર્તવ્ય નક્કી કરવામાં આવ્યા છે. મુખ્ય પાત્ર શ્રીકાંત તિવારી (મનોજ વાજપેઈ)નો એક સંવાદ છે, ‘ઈન્સાન જબ જાનવર બનતા હૈ તો જાનવરો સે ભી બદરત હો જાતા હૈ’ દુનિયાના દેશોની વિસ્તારવાદી નીતિઓ પર સવાલ કરવામાં આવ્યો છે.
ક્રિએટિવ ટીમે દરેક પાત્રને મહત્ત્વ આપ્યું
પ્રોડ્યૂસર રાજ એન્ડ ડીકેએ સિરીઝની વાર્તા સુમન કુમારની સાથે મળીને લખી છે. સુપર્ણે તેની કલ્પનાથી અસરકારક રીતે સિરીઝને ડિરેક્ટ કરી છે. ક્રિએટિવ ટીમે 9 એપિસોડ્સની આ સિરીઝમાં દરેક પાત્રને મહત્ત્વ આપ્યું છે. શ્રીકાંત તિવારીનો પૂરો પરિવાર આ વખતે આતંકવાદીઓના નિશાને છે. મેકર્સે જાસૂસોને પરંપરાગત પડોશી દુશ્મન દેશને બદલે શ્રીલંકા લઈ ગયા. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આ વખતે વાર્તામાં રૉની ટાસ્ક ફોર્સની લડાઈ ISI સામે નહીં, પરંતુ તમિળ વિદ્રોહી સમુદાય સાથે છે.
શ્રીકાંત-શુચિની લડાઈ ને દીકરીનું બળાવખોર વલણ
પહેલા પાર્ટના શ્રીકાંત તિવારી, તેનો પરિવાર, જેક, ISI અધિકારી સમીર, હેન્ડલર સાજિદ ભાગ 2માં પણ છે. નવા તથા ખતરનાક ઈરાદા સાથે તમિળ રેબેલના ભાસ્કરન, દીપન, સુબૂ છે તો ઈન્ડિયન PM બાસુ, શ્રીલંકન રાષ્ટ્રપતિ રૂપટૂન્ગા, તમિળના લોકલ પોલીસ ઓફિસરને પણ એડ કરવામાં આવ્યા છે. તિવારી-શુચિ (પત્ની)નો મીઠો ઝઘડો તથા તેમની દીકરીનું બળવાખોર વલણ સમાંતર ચાલે છે.
ફન, ફિયર, ફરજ તથા ફેમિલી વચ્ચેનો ગજાગ્રહ
રાઈટિંગ એકદમ શાર્પ છે. રાઈટર-ડિરેક્ટરે ફન, ફિયર, ફરજ તથા પરિવાર વચ્ચેનો ગજાગ્રહને બહુ જ સારી રીતે સિરીઝમાં રજૂ કરવામાં આવ્યો છે. સિરીઝનો એક મોટો હિસ્સો તમિળનાડુમાં છે. મેકર્સે સીધી રીતે લિટ્ટે નામ લીધું નથી પરંતુ તેને બદલે તમિળ રેબેલ છે. ઘટનાક્રમ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, લંડનમાં બને છે. નોર્થ તથા સાઉથ ઈન્ડિયના લોકોની એકબીજા પ્રત્યેની વિચારધારાને જગ્યા આપવામાં આવી છે.
મનોજ-શારિબની કેમિસ્ટ્રી સિઝનનો ચાર્મ
રાજીના રોલમાં સામંથા છે. તેણે પોતાના પાત્રને જીવંત બનાવી દીધઉં છે. તેની એક્શન ધારદાર છે. મનોજ તથા શારિબની કેમિસ્ટ્રી સિઝનનો ચાર્મ છે. સમીર તરીકે દર્શન કુમારની અલગ જ એક્ટિંગ જોવા મળશે.
અંતમાં એક મધ્યમ વર્ગ પરિવાર સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિ જો લાર્જન ધેન લાઈફ અસાઈન્મેન્ટવાળી જોબમાં છે, તો તે તેમાં સારું કરવા માટે PM પાસે શું માગી શકે છે. આ વાત સિરીઝને અલગ જ સ્કેલ પર લઈ જાય છે.