બાહુબલીના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ, ડિરેક્ટરે કહ્યું-‘પ્લાઝ્મા ડોનેટ કરવા સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છીએ’

Entertainment
  • રાજમૌલી પરિવાર સાથે હોમ ક્વોરન્ટીન થઈ ગયા છે
  • તેમણે કોરોના પોઝિટિવની જાણકારી સોશિયલ મીડિયા પર આપી

મુંબઈ. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડિરેક્ટર એસ.એસ. રાજમૌલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બુધવારે બાહુબલી ફિલ્મનાં ડિરેક્ટર રાજમૌલી અને તેમના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ રાજમૌલી પરિવાર સાથે હોમ ક્વોરન્ટીન થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં તેમણે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી માઈલ્ડ તાવ હતો. દવા લેવાથી તાવ ઓછો થઇ ગયો પણ મેં અને મારા પરિવારે કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાજમૌલીએ ઈન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, હાલ કોરોનાના કોઈ પણ લક્ષણ પરિવારના કોઈ મેમ્બરમાં દેખાયા નથી, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અમે સાવધાની રાખવાની સાથે દરેક નિયમોનું પણ પાલન કરી રહ્યા છે. હોમ ક્વોરન્ટીન થવાની સાથે અમે ડોક્ટરની સલાહ પણ લઇ રહ્યા છીએ. હવે અમે એન્ટિબોડીઝની રાહ જોઈ રહ્યા છીએ જેથી પ્લાઝ્મા ડોનેટ કરી શકીએ.

રાજમૌલીની પોસ્ટ જોઈને તેમના ચાહકો જલ્દીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *