“ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના વિરોધ બાદ અદાણીને સરદાર સાહેબ યાદ આવ્યા”

Gujarat Gujarat Politics Politics

અમદાવાદ એરપોર્ટ પર પ્રવેશતા પહેલા હવે ફરીથી સરદાર સાહેબનું લખાયું નામ.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની મુહિમ રંગ લાવી.
સરદાર સાહેબના નામને બદલે લગાવેલ અદાણી એરપોર્ટના બોર્ડ ઉતરાયા.

ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામે મત માંગ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા બનાવી હતી. જોકે, મોદી સરકારે તેમના પ્રિય ઉદ્યોગપતિ મિત્ર અદાણીને અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરી 50 વર્ષ માટે સોપવામાં આવ્યુ હતું.

અમદાવાદ એરપોર્ટના હોર્ડિંગ્સ પરથી સરદાર પટેલનું નામ ગાયબ થતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયુ હતું. એરપોર્ટ પર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યાએ અદાણી એરપોર્ટનુ હોર્ડિંગ્સ લાગ્યું હતું જે સોશીયલ મીડિયામાં ઘણું વાયરલ થયું હતું.એરપોર્ટ પર લાગેલા હોર્ડિંગ્સ પરથી સરદાર પટેલ નામ હટાવતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા તેમજ આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કરતા રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે,

સરદાર વિરોધી, અદાણી પ્રેમી ભાજપ

“સરદાર પટેલના નામે માત્ર રાજકારણ રમનારી ભ્રષ્ટ ભાજપ સરકારે પોતાના ઉદ્યોગપતિ મિત્રની ખિદમતમાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી દેશના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ગાયબ કરી અદાણી એરપોર્ટ કરી દીધું” #બેશર્મ_ભાજપ

જેના પ્રત્યાઘાત સ્વરૂપે અમદાવાદ એરપોર્ટ ખાતે એરપોર્ટના બોર્ડ ઉતરાવી મુખ્ય ગેટ પર સરદાર પટેલ એરપોર્ટના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *