- એરબલૂન મતદાન મથકથી 500 મીટરની દૂરી પર હવામાં મૂકવામાં આવ્યો
- મહિલા ઉમેદવારે એરબલૂન હવામાં યથાવત્ રાખતાં આચારસંહિતાનો ભંગ થયો
નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના વંકાલ ગામે ગામ પંચાયતની ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયેલો જોવા મળ્યો હતો. જેમાં સરપંચ પદના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો હતો. નોંધનીય છે કે આ એર બલૂન મતદાન મથકથી 500 મીટરની દૂરી પર હવામાં મૂકવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં 273 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે રવિવારે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોમાં 259 સરપંચો અને 1589 વોર્ડમાં સભ્યોની ચૂંટણી માટે 756 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉલ્લેખવીય છે કે નવસારી જિલ્લાના 6 લાખ 65 હજાર 259 મતદારો સરપંચો અને સભ્યોનું ભાવિ નક્કી કરશે.
જો કે આ બધાની વચ્ચે નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના વંકાલ ગામમાં ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હતો. વંકાલ ગામના સરપંચ પદના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા મતદાન મથકથી 500 મીટરની દૂરી પર પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો હતો.