પંજાબના તરનતારનમાં એન્કાઉન્ટર:હત્યાના આરોપી નિહંગોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, એક અધિકારીનું કાંડુ કપાયું, બીજો ગંભીર રીતે ઈજાગ્રસ્ત; કાર્યવાહીમાં ઠાર મરાયા

india
  • પોલીસ બાતમીના આધારે તરનતારન જિલ્લાના સિંહપુરા પાસે આરોપીઓને પકડવા પહોંચી હતી
  • નિહંગોએ પોલીસ પર હુમલો કર્યો હતો, બન્ને અધિકારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે વારંવાર હુમલો કર્યો હતો
  • એન્કાઉન્ટરમાં પોલીસે આરોપીઓને ઠાર માર્યા હતા, બન્ને ઇજાગ્રસ્ત પોલીસોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે

પંજાબના તરનતારનમાં રવિવારના રોજ પોલીસ અને આરોપીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસને મહારાષ્ટ્રમાં નાંદેડના એક બાબાની હત્યાના ષડયંત્રમાં સંડાવાયેલા 2 ઓરોપીઓ અહીંયા છુપાયા હોવાની બાતમી મળી હતી. મહારાષ્ટ્ર પોલીસની સુચનાના આધારે સ્થાનિક પોલીસે તેમને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તેઓ જ્યારે આરોપીઓની પકડવા માટે ઘટનાસ્થળે પહોંચ્યાં ત્યારે આરોપીઓએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. જેના પગલે એક પોલીસકર્મીનું કાંડુ કપાઈ ગયું હતું, તેવામાં બીજા કર્મીના હાથના કાંડાને પણ ભારે ઈજાઓ પહોંચી હતી. તેની જવાબી કાર્યવાહીમાં પોલીસે બન્ને આરોપીઓને ઠાર માર્યા હતા.

પોલીસ એન્કાઉન્ટરમાં મહતાબસિંહ અને ગુરદેવસિંહ નામના 2 શખ્સોને ઠાર મરાયા હતા. નાંદેડ સાહિબમાં બાબા સંતોષસિંહની હત્યા કરીને આ બન્ને આરોપીઓ ફરાર થયા હતા. જે બાદ પોલીસે તેમની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમનું લોકેશન તરનતારન જિલ્લાના સિંહપુરા પાસે મળી આવ્યું હતું. ત્યાંની પોલીસે તરનતારન પોલીસને સંપર્ક સાધ્યો હતો. છિછરેવાલમાં 10 દીવસ પહેલા ભિંખીવિંડના હેડ કોન્સ્ટેબલ સરબજીતસિંહનું મૃત્યું થયું હતું, જેની પાછળ આજે ભોગની રસમ કરાઈ રહી હતી. અહીંથી જ આરોપીઓ હોવાની બાતમી પોલીસને મળી હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જ્યારે થાણા વલ્ટોહાના ઇન્સ્પેક્ટર બલવિંદર સિંહ અને ખેમકરણના સબ-ઈન્સ્પેક્ટર નરિન્દરસિંહ સિંઘપુરા ગામે પહોંચ્યા હતા, ત્યારે નિહંગ જેવા પોશાક પહેરેલા કેટલાક આરોપીઓએ બંન્ને પોલીસ અધિકારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ વિસ્તારની મોટાપાયે ઘેરાબંધી કરી દેવાઈ હતી. આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર વારંવાર હુમલાઓ કર્યા હતા, જેમાં બંને અધિકારીઓ તીક્ષ્ણ હથિયારોથી ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસની હાલત ગંભીર જણાતા તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલાયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જવાબી કાર્યવાહીમાં બંન્ને આરોપીને ઠાર કરી દીધા હતા. જોકે, મરી ગયેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી. આ ઘટનાને પગલે SP અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટનામાં ઘાયલ થયેલા બીજા પોલીસ અધિકારીના હાથ પર પાટો બાંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા બીજા પોલીસ અધિકારીના હાથ પર પાટો બાંધવામાં આવ્યો છે.

પટિયાલામાં નિહંગે ASI હરજીતસિંહનો હાથ કાપી નાખ્યો હતો
પટિયાલામાં 12 મે 2020ના રોજ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. તે સમયે પંજાબ પોલીસના ASI હરજીતસિંહ કોરોના પ્રોટોકોલની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે નિહંગોએ તેમના પર હુમલો કર્યો હતો. આમાં તેમનું કાંડુ કપાઈ ગયું હતું. કોરોના મહામારી વચ્ચે હરજીતે જાતે જ કપાયેલા કાંડા સાથે સ્કૂટર ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારપછી ચંદીગઢના PGIMERમાં ડોકરટો કલાકો સુધી તેમની સફળ સર્જરી કરી હતી. ત્યારપછી એક સપ્તાહમાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *