- અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ નિનોન્ગ એરિંગના જણાવ્યા પ્રમાણે દરેક છોકરા સુબાનસિરીમાં રહેતા હતા
- એરિંગે કહ્યું- ઘટના એ સમયે થઈ જ્યારે રાજનાથ મોસ્કોમાં ચીનના રક્ષામંત્રીને મળી રહ્યા હતા
અરુણાચલ પ્રદેશમાં 5 ભારતીય નાગરિકોનું ચીનના પીએલએ આર્મી દ્વારા અપહરણ કરવાની ઘટના બહાર આવી છે. અરુણાચલના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે આ દાવો કર્યો હતો. આ આક્ષેપ પછી અરુણાચલ પ્રદેશની પોલીસે તપાસ શરૂ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કરેલા દાવાને ધ્યાનમાં લઈ અપર સુબાનસિરી જિલ્લાના જંગલમાં શિકાર પર ગયેલા 5 ભારતીયોના અપહરણ અંગે શોધખોળ શરૂ કરી છે. આ ઘટના શુક્રવારે બની હતી. ગુમ થયેલા કહેવાતા લોકોના પરિવારે કહ્યું કે વધુ બે લોકો તેમની સાથે હતા. તેઓ તક મળતાં ભાગી ગયા હતા.
રવિવારે સવારે રિપોર્ટ મળ્યા પછી કંઈક ખબર પડશે: એસપી
એસપી તરુ ગુસ્સરે કહ્યું કે તેમણે નાચો પોલીસચોકીના પ્રભારીને આ વિસ્તારમાં તપાસ માટે મોકલ્યા છે. જોકે રિપોર્ટ રવિવારે સવાર સુધીમાં આવશે. જે 5 લોકોનું અપહરણ થયું હોય કહેવાય છે તેમના નામ તોચસિંગ કામ, પ્રસાત રિંગલિંગ, ડોંગતુ ઈદિયા, તનુ બાકર અને નગારુ દિરી છે.
આર્મી ઓફિસરને મળ્યા કુટુંબીજનો, કહ્યું- મામલો ગંભીરતાથી લો
અપહરણ કરાયેલા 5 લોકો તાગીન સમુદાયના છે. આ લોકો જંગલમાં શિકાર માટે ગયા હતા ત્યારે ચીની આર્મીએ તેમનું અપહરણ કર્યું હતું. શનિવારે સવારે પીડિત લોકોના પરિવારને આર્મી તથા અન્ય અધિકારીઓની મુલાકાત કરી હતી. તેમને અધિકારીઓને આ મામલો ગંભીરતાથી લેવા અપીલ કરી હતી.
એરિંગે ટ્વિટસાથે ફેસબુકનો પણ સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ કયા ભારતીયોનું અપહરણ કર્યું છે. જોકે એરિંગે એવું નથી જણાવ્યું કે, એ લોકોને ક્યારે કિડનેપ કરવામાં આવ્યા છે. એરિંગે કહ્યું કે, ચીનની આ હરકત પર તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ.
તાગિન સમુદાયના છે છોકરાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપહરણ કરાયેલા પાંચેય છોકરા તાગિન સમુદાયના છે. ચીની સૈનિકો તેમને નાછો વિસ્તારના જંગલમાંથી લઈ ગયા. આ વિસ્તાર સુબાનસિરી જિલ્લામાં આવે છે. આ ઘટનાની જાણકારી એક સગા દ્વારા સામે આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યએ ટ્વિટ કર્યું હતું. અપહરણ કરવામાં આવેલ પાંચેય છોકરાઓનું નામ ટોક સિંગકામ, પ્રસાત રિંગલિંગ, દોન્ગતું ઈબિયા, તાનુ બેકર અને નાગરૂ દિરી છે. આ લોકોની સાથે ગામના અન્ય બે લોકો પણ હતા, પણ તેઓ ભાગવામાં સફળ થય હતા.
હેરાન કરનારી વાત એ છે કે સમુદાય અથવા ગામના લોકોએ ભારતીય સૈનિકોને આ ઘટના વિશે માહિતી આપી ન હતી. કેટલાક લોકોએ શનિવારે જણાવ્યું કે તેઓ ભારતીય સેનાને આ ઘટના બાબતની જાણ કરવા જઈ રહ્યા છે. ગામમાં ભયનો માહોલ છે.
માર્ચમાં પણ છોકરાનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો
આ વર્ષે માર્ચમાં ચીન પર આ જ વિસ્તારના 21 વર્ષીય છોકરાનું અપહરણ કરવાના આરોપ લાગ્યો હતો. આ ગામ મૈકમોહન લાઈનની નજીક છે. કોંગ્રેસના ધારાસભ્ય એરિંગે શનિવારે આ જ વિસ્તારના પાંચ છોકરાઓનું અપહરણ કરવાનો આરોપ ચીન પર લગાવ્યો હતો.
છોકરાઓનું અપહરણ કરવાની વાત એવા સમયે સામે આવી છે જ્યારે લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ચીન સેનાની તૈનાતી વધારી રહ્યું છે. પેગોન્ગ સો ઝીલ પર કબ્જો મેળવવાના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તેના દક્ષિણ ભાગમાં આવેલી પહાડીઓ પર હવે ભારતીય સેનાના જવાનો તૈનાત છે.