ખેડૂત આંદોલનના સપોર્ટમાં સોનિયા ગાંધી કરશે આ કામ, તેની પાછળ આ કારણ છે જવાબદાર

Uncategorized

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસમ્બરે પોતાનો જન્મદિન નહીં મનાવે. દેશમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલન અને કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતા સોનિયા ગાંધીએ આ નિર્ણય કર્યો છે.

  • કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવાયો છે
  • ખેડૂતોના સમર્થનમાં સોનિયા ગાંધી જન્મદિન નહીં ઉજવે
  • સોનિયા ગાંધીનો જન્મદિન 9 ડિસમ્બરે છે

હકિકતમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો 12 દિવસથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા 3 કૃષિ કાયદાને સરકાર પાછા લે. તેમણે નવા કાયદાને ખેડૂતોની વિરુદ્ધના ગણાવ્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી સતત પહેલ દિવસથી ખેડૂતોના પક્ષમાં ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા છે.

પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં અનેક રાજકીય દળ અને ટ્રેડ યુનિયન છે. તેના આધારે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. ખેડૂત નેતાઓ અને સરકારની વચ્ચે અનેક વારની વાતચીત થઈ ચૂકી છે. પણ હજું સુધી કોઈ પરિણામ આવ્યું નથી. 9 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરીથી વાતચીત થવાની છે.   પંજાબ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. અધ્યક્ષ ચરણજીત સિંહે કહ્યું કે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ખેડૂતોના સમર્થનમાં 8 ડિસેમ્બરે ચક્કાજામ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિવહન સંઘ, ટ્રક યૂનિયન, ટેમ્પો યૂનિયન દરેક બંધને સફળ બનાવશે. આ બંધ સમગ્ર ભારતમાં પડાઈ રહ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને પ્રદર્શન સ્થળે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ દેશના અનેક ભાગોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *