રાજ્યમાં કુલ ‍3,19,414 ટેસ્ટ થયા, જેમાથી 26,737 પોઝિટિવ કેસ નોંધાયા, હાલમાં 6,396 દર્દી એક્ટિવ અને 18,702 ડિસ્ચાર્જ

Ahmedabad Gujarat
  • રાજ્યના કુલ 6,396 એક્ટિવ દર્દીમાંથી 66 દર્દી વેંટિલેટર પરત તેમજ 6330ની હાલ સ્ટેબલ છે
  • ગઇકાલે નવા 539 કેસ નોંધાયા, જ્યારે 535 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 20 લોકોએ જીવ ગુમાવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જમાં વધારો તેમજ મોતમાં ઘટાડો જોવા મળતા તંત્ર તેમજ લોકોને રાહત થઈ હતી

અમદાવાદ. રાજ્યમાં કોરોના કહેર સતત વર્સી રહ્યો છે. જોકે ઘણા દિવસો બાદ ગઈકાલે ડિસ્ચાર્જમાં વધારો તેમજ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળતા તંત્ર તેમજ લોકોને રાહત થઈ હતી. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં નવા 539 કેસ નોંધાયા હતા, જેની સામે 535 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ‍3,19,414 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 26,737 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસમાંથી હાલમાં 6,396 દર્દી એક્ટિવ છે જ્યારે 18,702 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવાઈ છે.

ગઈકાલે 24 કલાકમાં ક્યાં નોંધાયા કેટલા કેસ
અમદાવાદ 306, સુરત 103, વડોદરા 43, ભરૂચ 12, ભાવનગર 9, ગાંધીનગર 8, નર્મદા 8, જામનગર 7, મહેસાણા 4, રાજકોટ 4, આણંદ 4, સુરેન્દ્રનગર 4, અમરેલી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 3, પાટણ 3, નવસારી 3, મહીસાગર 2, ખેડા 2, વલસાડ 2, પંચમહાલ 1, કચ્છ 1, બોટાદ 1,  દેવભૂમિદ્વારકા 1 અને મોરબીમાં1 દર્દી નોઁધાયો છે.

છેલ્લા 22 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)

કુલ 26,728 દર્દી, 1,639ના મોત અને  18,702 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ18,5641,31213,185
સુરત3,057‬1202,190‬
વડોદરા1770471,155‬
ગાંધીનગર1,813‬23340
ભાવનગર18913128
બનાસકાંઠા1638139
આણંદ14613123
અરવલ્લી16714129
રાજકોટ181595
મહેસાણા20910120
પંચમહાલ13515106
બોટાદ71260
મહીસાગર1242107
પાટણ1401191
ખેડા118581
સાબરકાંઠા1487100
જામનગર117364
ભરૂચ136651
કચ્છ112576
દાહોદ51043
ગીર-સોમનાથ53046
છોટાઉદેપુર41135
વલસાડ62344
નર્મદા46023
દેવભૂમિ દ્વારકા19014
જૂનાગઢ60133
નવસારી45132
પોરબંદર14210
સુરેન્દ્રનગર90449
મોરબી1015
તાપી605
ડાંગ404
અમરેલી40413
અન્ય રાજ્ય5718
કુલ26,7281,63918,702

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *