- કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીએ કહ્યું- 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યમાં 24 કલાકમાં કોઈ નવા કેસ નથી આવ્યા
- કેન્દ્રએ કહ્યું- દેશમાં 4362 કોવિડ સેન્ટર, જ્યાં સામાન્ય લક્ષણવાળા 4.5 લાખ દર્દીઓ રાખવાની ક્ષમતા
- એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ નોંધાયા, તાજેતરમાં જ તેઓ કાર્ગો ફ્લાઈટ લઈને ચીન ગયા હતા
નવી દિલ્હી. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 67 હજાર 161 થઈ ગઈ છે. રવિવારે એક દિવસમાં સૌથી વધારે 4296 નવા દર્દીઓ નોંધાયા હતા. જોકે આ દિવસે સૌથી વધારે 1668 લોકો સાજા પણ થયા હતા. મહારાષ્ટ્રમાં રેકોર્ડ 1943 દર્દીઓ વધ્યા હતા. અહીં કોરોના પોઝિટવ દર્દીઓની સંખ્યા 22 હજારને પાર થઈ ગઈ છે. બીજી બાજુ તમિલનાડુમાં 669 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીં 7204 દર્દીઓ સંક્રમિત મળ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં તમિલનાડુએ હવે દિલ્હીને પણ પાછળ પાડીને દેશમાં ત્રીજુ સ્થાન મેળવી લીધુ છે. ગુજરાત 8195 સંક્રમિતો સાથે દેશમાં બીજા ક્રમે છે.
આ સિવાય દિલ્હીમાં 381, મધ્ય પ્રદેશમાં 157, રાજસ્થાનમાં 106, પશ્ચિમ બંગાળમાં 153, પંજાબમાં 61, બિહારમાં 61 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 67,152 દર્દીઓ છે. 44,029 લોકોની સારવાર ચાલી રહી છે. 20, 916 સાજા થઈ ગયાછે. જ્યારે અત્યાર સુધી દેશમાં 2206 દર્દીઓના મોત થયા છે.
એ 5 દિવસ જ્યારે સંક્રમણના કેસ સૌથી વધારે આવ્યા
દિવસ | કેસ |
10 મે | 4296 |
4 મે | 3656 |
6 મે | 3602 |
7 મે | 3344 |
8 મે | 3563 |