નવી દિલ્હી. દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,24,794 એ પહોંચ્યો છે અને 3,726 લોકોના મોત થયા છે. તો સાથે જ 51,824 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 44,582 કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે જ્યાં 1,517 લોકોના મોત થયા છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 14,753 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને 99 લોકોના મોત થયા છે. સાથે જ 13,273 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે જ્યાં 802 લોકોના મોત થયા છે.
અપડેટ્સ
- કોરોના સામે લડવા માટે હાઇડ્રોક્સિક્લોકોક્વિન દવા અસરકારક સાબિત થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા સ્વાસ્થ્યકર્મીઓ સહિત અન્ય કોરોના વોરિયર્સને એન્ટિબાયોટિક તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે. નેશનલ ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે, આ દવા લેનારા દિલ્હી એઇમ્સમાં સહિત અન્ય હોસ્પિટલોમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થઈ ગયો છે.
- દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 14 નવા હોટસ્પોટ બનાવાયા છે, જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધારે હોટસ્પોટનો રેકોર્ડ છે. આ સાથે જ હવે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા વધીને 92એ પહોંચી ગઈ છે. જો કે આ દરમિયાન દિલ્હીનો એક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી બહાર પણ થયો છે.
તારીખ | કેસ |
19 મે | 6154 |
21 મે | 6025 |
20 મે | 5547 |
17 મે | 5049 |
16 મે | 4791 |