- દેશમાં કોરોના સંક્રમણથી 7207 મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3060 લોકોના મોત
- મહારાષ્ટ્રમાં રવિવારે 15 દિવસમાં બીજી વખત રેકોર્ડ 3 હજારથી વધારે દર્દી વધી ગયા હતા
નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 57 હજાર 486 થઈ ગઈ છે. અને 7,207 લોકોના અત્યાર સુધી મોત થયા છે. સાથે જ દેશભરમાં 1,23,848 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 85,975 કેસ માત્ર મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 3,060 મોત થયા છે. તમિલનાડુ 31,667 કેસ સાથે બીજા નંબરે છે અને અહીંયા 272 લોકોના મોત થયા છે. રવિવારે બીજા દિવસે પણ 10 હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10 786 દર્દી વધ્યા હતા. શનિવારે 10 હજાર 428 પોઝિટિવ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર થઈ ગઈ હતી.
અપડેટ્સ
- મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 85 હજાર 975 થઈ ગઈ છે, આ મામલામાં મહારાષ્ટ્ર ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે ત્યાં 83 હજાર 43 કેસ આવ્યા છે.
- દિલ્હીમાં PIB અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, નેશનલ મીડિયા સેન્ટર સેનેટાઈઝેશન માટે સોમવારે બંધ રહેશે.
ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની જેલોમાં બંધ 11 હજાર કેદીઓને ઇમરજન્સી પેરોલ પર છોડવાનો નિર્ણય કર્યો છે. 9671 કેદી પહેલા છોડવામા આવ્યા હતા. ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે રાજ્યની જેલોમાં 38 હજાર કેદી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે તેમાંથી 20 હજાર બહાર આવ્યા છે. - તમિલનાડુ દર્દીઓની સંખ્યામાં બીજા નંબરે છે. અહીંયા 31 હજારથી વધારે લોકો પોઝિટિવ મળ્યા છે. રવિવારે રેકોર્ડ 1515 દર્દી મળ્યા હતા.
પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
તારીખ | કેસ |
7 જૂન | 10884 |
6 જૂન | 10428 |
5 જૂન | 9379 |
4 જૂન | 9847 |
3 જૂન | 9689 |
તમિલનાડુના 86% દર્દીઓમાં કોરોનાના લક્ષણ નથી
તમિલનાડુ દર્દીઓના કેસમાં બીજા નંબરે છે. અહીંયા 31 હજારથી વધારે પોઝિટિવ મળી ચુક્યા છે.એક સપ્તાહથી દરરોજ એકથી દોઢ હજાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. રવિવારે રેકોર્ડ 1515 દર્દી મળ્યા હતા. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે, તમિલનાડુના કુલ સંક્રમિતોમાંથી 86%માં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. 4 જૂન સુઝી 5.50 લાખ ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ દેશમાં સૌથી વધારે છે અને મૃત્યુદર ઘણા દેશો કરતા ઓછો છે.
કેરળમાં કન્વેશન સેન્ટરને હોસ્પિટલ બનાવાઈ
લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખતા કેરળના કોચ્ચિમાં તંત્રએ તૈયારી વધારી દીધી છે. શહેરમાં ઈન્ટરનેશનલ કન્વેશન એન્ડ એક્ઝિબીશન સેન્ટરને 200 બેડની ક્ષમતા વાળા કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવાયો છે. કોચ્ચિના અંગમલીમાં આવેલી હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના હિસાબથી બેડનું અરેન્જમેન્ટ કરાયું છે. આગામી સપ્તાહથી અહીંયા દર્દીઓની સારવાર શરૂ થઈ જશે.