- દેશમાં અત્યારસુધીમાં 1.11 લાખ લોકોનાં થયાં મૃત્યુ, 8.12 લાખ દર્દી સારવાર હેઠળ
- બુધવારે 67 હજાર 791 કેસ નોંધાયા, 81 હજાર 582 દર્દી સજા થયા અને 690 દર્દીએ જીવ ગુમાવ્યા
દેશમાં બુધવારે 14 હજાર 504 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 27 દિવસમાં એમાં બે લાખ જેટલા કેસોનો ઘટાડો નોંધાયો છે. 17 સપ્ટેમ્બરે 10.17 લાખ કેસ હતા અને 14 ઓકટોબરે તે 8 લાખ 12 હજાર થઈ ગયા છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં નવા કેસમાં લગભગ 3% જેટલો ઘટાડો નોંધાયો છે. 17થી 23 સપ્ટેમ્બર વચ્ચે આ દર 8.82% હતો, જે 8થી 14 ઓકટોબર વચ્ચે ઘટીને 6.05% થયો છે.
દેશમાં બુધવારે 67 હજાર 791 કેસ નોંધાયા હતા, જ્યારે 81 હજાર 582 દર્દી સજા થયા હતા અને 690 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક 73 લાખને પાર થઈ જતાં 73.05 લાખ પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 63.80 લાખ દર્દી સાજા થયા છે. 1.11 લાખ દર્દીનાં મૃત્યુ થયાં છે.આ આંકડા covid19india.org દ્વારા પ્રાપ્ત થયેલા છે.
કોરોનાં અપડેટ્સ
- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનાં પત્ની સાધના ગુપ્તાને પણ સંક્રમણ લાગ્યું છે. જોકે હમણાં આ બાબતે પુષ્ટિ થઈ નથી. મુલાયમ સિંહ યાદવને હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- મહારાષ્ટ્રમાં 31 ઓક્ટોબર સુધી તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે, પરંતુ વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકશે નહીં. કોઈપણ પ્રકારની એક્ટિવિટી પર પ્રતિબંધ પણ છે.
- મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે 15 ઓકટોબરથી રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનો નિર્ણાય લીધો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, ટ્રેનોને અલગ-અલગ ફેઝમાં શરૂ કરવામાં આવશે. મુંબઈ મેટ્રો 19 ઓક્ટોબરથી શરૂ થશે. મેટ્રો કોર્પોરેશન દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી હતી.
- ઉત્તરાખંડ કેબિનેટે 1 લી નવેમ્બરથી 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કેબિનેટ પ્રધાન મદન કૌશિકે આ માહિતી આપી.
પાંચ રાજ્યનો સ્થિતિ
1. મધ્યપ્રદેશ
બુધવારે રાજ્યમાં સંક્રમણના રેકોર્ડમાં 5515 નવા કેસ સામે આવ્યા હતા. અત્યારસુધીમાં એક જ દિવસમાં સંક્રમણ લાગવાની આ સૌથી વધુ સંખ્યા છે. 5729 લોકોને સાજા થયા પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 15 દર્દી મૃત્યુ પામ્યા હતા.
રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 55 હજાર 276 લોકોને સંક્રમણ લાગ્યું છે, જેમાં 14 હજાર 432 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 38 હજાર 158 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે અત્યારસુધીમાં 2686 દર્દી મોતને ભેટ્યા છે. રાજ્યમાં 24.8 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
2. રાજસ્થાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2021 નવા કેસ સામે આવ્યા છે. 2219 લોકો સજા થયા છે અને 15 દર્દીએ જીવ ગુમાવ્યા છે. અત્યારસુધીમાં 34.1 લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવું ચૂકી છે. તેમાં 1 લાખ 65 હજાર 240 લોકો પોઝિટિવ મળ્યા હતા, જ્યારે 21 હજાર 711 લોકો સારવાર હેઠળ છે. 1 લાખ 41 હજાર 835 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે 1694 લોકોનાં મૃત્યુ થયાં છે.
3. બિહાર
રાજ્યમાં બુધવારે 1326 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 1375 લોકો સાજા થયા છે અને 6 દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યારસુધીમાં 86.7 લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે. એમાંથી 1 લાખ 99 હજાર 549 લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે 10 હજાર 583 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. 1 લાખ 87 હજાર 998 લોકો સાજા થઈ ચૂક્યા છે. 967 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
4. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 10 હજાર 552 નવા કેસ સામે આવ્યા હતા, 19 હજાર 517 લોકો સાજા થયા હતા અને 158 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. 15 લાખ 54 હજાર 389 લોકો અત્યારસુધી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી હાલમાં 1 લાખ 96 હજાર 288 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 13 લાખ 16 હજાર 769 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાને કારણે 40 હજાર 859 દર્દી મૃત્યુ પામ્યા છે.
5. ઉત્તરપ્રદેશ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2593 નવા દર્દી મળી આવ્યા, 3736 લોકો સાજા થયા અને 41 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં. અત્યારસુધીમાં 12 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 4 લાખ 44 હજાર 711 લોકોને સંક્રમણ લાગ્યું છે, જ્યારે હાલમાં 36 હજાર 898 દર્દી સારવાર લઈ રહ્યા છે. 4 લાખ 1 હજાર 306 દર્દી અત્યારસુધીમાં સાજા થઈ ચૂક્યા છે. કોરોનાને કારણે 6507 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.