ગુજરાત: આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાના નેતૃત્વમાં કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ શરૂ કરવામાં આવેલી છે જે યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી, તમામ ધારાસભ્યશ્રીઓ, તથા આગેવાનો ઘેર ઘેર જઈ લોકોની વેદનાને વાચા આપવાનું કામ કરી રહ્યાં છે. જેને સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા સમગ્ર દેશના લોકો સુધી પહોંચાડવામાં આવશે.
કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા. ગર્વમેન્ટ મેઈડ ડીઝાસ્ટર, સરકારી આંકડા મુજબ ૧૦,૦૮૧ લોકોના મૃત્યુ થયા બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા, જે તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું. કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ તા. ૧૬મી ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’માં બે અઠવાડિયાના સમય ગાળામાં જ ૨૨,૦૦૦ કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ, તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે ૨૨,૦૦૦ કરતા વધુ ફોર્મ મૃતકના પરિવારજનોએ ભરાઈને આપ્યા છે. એનો અર્થ, ગુજરાતમાં સરકારના ૧૦,૦૮૧ સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં બમણાથી વધુ મોત. માત્ર બે અઠવાડિયામાં વિગતો કોંગ્રેસ પક્ષની કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ માં સામે આવી છે.
એક ગુજરાતી તરીકે જ્યારે સાડા છ કરોડ ગુજરાતીઓને અન્યાય થતો હોય ત્યારે તેની સામે ન્યાયની લડાઈમાં તેમની સાથે રહીએ અને એજ અભિયાન અંતર્ગત કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ કે જેમાં મૃતકોના પરિવારોને મળી તેમની વેદનાઓને જાણી – વેદનાઓને વાચા આપવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આજ વેદનાને સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોનો અવાજને જનજન સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમો દ્વારા જનતાના અવાજને બુલંદ કરવાનું કામ ગુજરાત કોંગ્રેસ સોશ્યલ મીડીયા દ્વારા કરવામાં આવશે.

આજે સમગ્ર દેશમાં સોશ્યલ મીડીયા પર #GujaratForNyay ન્યાયનો ટ્રેન્ડ ચાલ્યો હતો. વધુમાં આ બાબતે મોબાઈલ નંબર ૯૦૯૯૯૦૨૨૫૫ લોંચ કરવામાં આવ્યો હતો. લોકોને આહવાહન કરવામાં આવ્યું હતું કે, તે પોતાની વેદના વિડીયોના માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી આ નંબર દ્વારા મોકલી આપે અને આજ વિડીયો આગામી સમયમાં સોશ્યલ મીડીયા દ્વારા ગુજરાતના જનજન સુધી પહોંચાડવામાં આવશે અને જ્યા સુધી તેમને ન્યાય ન મળે ત્યા સુધી તેમની સાથે રહી. તેમની લડાઈ લડવામાં આવશે. આજ કડીમાં આગળ કોવિડ-૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું નેતૃત્વ દરેક જિલ્લાઓમાં કોવિડ-૧૯ માં મૃત્યુ પામેલા પરિવારોની મુલાકાત લઈ તેમના પરિવારો પાસે સંમત્તી પત્ર ભરાવતી વખતે લીધેલા ફોટોગ્રાફ્સ અને વિડીયોને લોકો સુધી પહોચાડવાનું કામ કરવામાં આવશે અને આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સમગ્ર જીલ્લા મથકે પ્રેસ કોન્ફરન્સ કરી, ભાજપ સરકારની પોલ ખોલવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-ઓર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, સોશ્યલ મીડીયા વિભાગના કો-ઓર્ડીનેટર કેયુર શાહ અને ધ્રૃવ પંડિત હાજર રહ્યા હતા.