હવે લોકોની પ્લાઝમા માગણી: બીજી લહેરમાં પ્લાઝમાની માગ 1000% વધી, 3 મહિનામાં 16000ને પ્લાઝમા અપાયા, લોકો બમણા ભાવે લેવા તૈયાર

india
 • ડૉક્ટરોના મતે, ફક્ત પ્લાઝમાથી સારવાર ના થાય, છતાં ગુજરાતમાં ડોનર 4200%, સારવાર લેનારા 58800% વધ્યા
 • પહેલી લહેરમાં માર્ચ-મે સુધી 200 લોકોએ પ્લાઝમા આપ્યા, આ વર્ષે સંખ્યા 8597
 • હવે ઓક્સિજન અને ઈન્જેક્શનની જેમ લોકો પ્લાઝમા માગી રહ્યા છે
 • નિષ્ણાતોએ કહ્યું- દર્દીઓ સાજા થઈ જ જશે એવા પુરાવા નથી, છતાં સારવારમાં તેની ભૂમિકા મહત્ત્વની

કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરમાં તે વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમા ની માગ અનેક ગણી વધી ગઈ છે. જોકે તે હિસાબે નિષ્ણાતોનું કહેવું છે કે માગની તુલનાએ ડોનેશન ઓછું છે. સ્વાસ્થ્ય સચિવાલયે જણાવ્યું હતું કે માર્ચ-મે 2020 વચ્ચે કુલ 28 લોકો પર પ્લાઝમા નો ઉપયોગ કર્યો હતો, જોકે આશરે ડોનેશન કરનારા લોકોની અંદાજિત સંખ્યા 200 હતી. માર્ચ-મે 2021માં ઓછામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા. જેનાથી 16494 લોકો લાભ લઈ ચૂક્યા છે.

અમદાવાદમાં અનોખી ઓફર ચાલુ કરી હતી
પહેલાની તુલનાએ બીજી લહેરમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોમાં 4200% નો વધારો થયો છે. જોકે પ્લાઝમા નો ઉપયોગ કરનારા લોકોમાં 58800%નો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે પ્લાઝમા થી એમ તો ના કહી શકાય કે કોરોના નહીં થાય કે અમુક દિવસોમાં કોઈ દવા વિના સાજા થઈ જવાશે પણ કોરોનાની સાથે લડતમાં આ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જેના કારણે તેની માગ વધી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલે ગત વર્ષે પ્લાઝમા ડોનરની સંખ્યા વધારવા માટે એક વિશેષ ઓફર લાવી હતી. જેમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોને 6000 રૂપિયાની મફત મેડિકલ તપાસ કરી આપવામાં આવતી હતી. તે તેમના પરિવારના કોઈપણ સભ્યની તપાસ કરાવી શકતા હતા.

રાજ્યના ચાર મોટા શહેરોમાં સરકારી હોસ્પિટલોથી જાણ થઈ કે પ્લાઝમા ડોનેશનમાં ઉછાળો આવ્યો
મોટાભાગે પ્લાઝમા નો ઉપયોગ મોટા શહેરોમાં કરાઈ રહ્યો છે. મુખ્ય શહેરોની સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી લેબ, એનજીઓ અને બ્લડ બેન્ક પ્લાઝમા એકઠું કરી રહ્યા છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં ફક્ત સરકારી હોસ્પિટલોના આંકડા અનુસાર ગત 3 મહિનામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેશન કર્યું છે. જેનાથી ઓછામાં ઓછા 16494 લોકોએ સારવાર મેળવી છે. સૂરતમાં સૌથી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. અમે રાજ્યના ચાર મહાનગરોમાં આવેલી સરકારી હોસ્પિટલોથી માહિતી મેળવી પ્લાઝમાની સ્થિતિ જાણી હતી. તેમાં સૂરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, લાઇફ અને એસવીવીપી, વડોદરાની જલારમ, ઈન્દુ બ્લડ બેન્ક, એએસજી અને અમદાવાદની રેડક્રોસથી માહિતી એકઠી કરી હતી.

રાજ્યના આ શહેરોના દર્દીઓને મળેલો પ્લાઝમા ડોનેશનનો લાભ

શહેરડૉનરલાભ લેનારા
સૂરત35246054
વડોદરા13402580
રાજકોટ23304660
અમદાવાદ14003200
કુલ859716494

પ્લાઝમાની માગ વધતા જ તેના પણ કાળાબજાર શરૂ થઈ ગયા
અમદાવાદ રેડ ક્રોસના જનરલ સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીને કહ્યું કે, પ્લાઝમાની માંગમાં ઉછાળો નોંધાયો છે. પહેલા પ્લાઝમા માટે એક દિવસમાં 10-15 કૉલ આવતા, પરંતુ હવે રોજ સરેરાશ 200 કૉલ આવે છે. આ માગને પગલે કાળા બજાર વધ્યા છે. ઘણાં લોકો રેર બ્લડ ગ્રૂપ માટે પ્લાઝમાના વધુ પૈસા માગે છે, તો કેટલાક પૈસા આપીને તેની વ્યવસ્થા કરાવી રહ્યા છે.

પ્લાઝમા ડોનેટ કોણ કરી શકે?

 • કોરોનામાંથી સાજા થયાના 28 દિવસ પછી અથવા પ્લાઝમા ડોનેશનના 14 દિવસ પહેલાનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.
 • જે લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ 14થી 21 દિવસમાં ડોનેટ કરી શકે.
 • 55 કિ.ગ્રા વજન ધરાવતા 18થી 60 વર્ષના સંપૂર્ણ સ્વસ્થ લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
 • પ્લાઝમા ડોનેશન માટે આરટી-પીસીઆર રિપોર્ટની હાર્ડ કોપી અને આધાર કાર્ડની નકલ હોવી જરૂરી છે.

કોણ ના કરી શકે?

 • સગર્ભા કે પહેલા ગર્ભવતી રહી ચૂકેલી મહિલાઓ પ્લાઝમા ના આપી શકે.
 • ડાયાબિટીસ, કેન્સર, હાઈપર ટેન્શન, કિડની, લિવરના દર્દી પણ ના કરી શકે.
 • નિયમિત કોઈ દવા લેતી વ્યક્તિ કે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય તે ના કરી શકે.

પ્લાઝમા પછી શું ના થાય?

 • પ્લાઝમા આપ્યા પછી તમારી શક્તિ નથી જતી. ફેરેસિસની મદદથી ફક્ત પ્લાઝમા જ લોહીમાંથી નીકળે છે, બાકીના તમામ જરૂરી તત્ત્વો શરીરમાં પાછા જાય છે.
 • પ્લાઝમા ડોનેશનથી સંક્રમણનો ખતરો નથી. કોવિડ હોસ્પિટલોમાં પણ આ કામ पूरीપૂરેપૂરી સાવચેતીથી થાય છે.
 • પ્લાઝમા ડોનેટ કરવાથી તમારા એન્ટિબોડી ઓછા નથી થતા. તે આશરે 24 કલાકમાં ફરી બની જાય છે.
 • એક વાર શરીરમાં એન્ટિબોડી બની જાય, પછી તે શરીરમાં જ રહે છે. તે કોરોના સંક્રમણમાં કારગર છે.

એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી બે લોકોની સારવાર થઇ શકે છે
લોહીમાં રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ અને પીળું પ્રવાહી હોય છે. તે પીળું પ્રવાહી જ પ્લાઝમા છે, જેનો 92 ટકા હિસ્સો પાણી હોય છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન, ગ્લૂકોઝ, હોર્મોન્સ, કાર્બન ડાયોક્સાઈડ હોય છે. આપણા લોહીમાં આશરે 55 ટકા પ્લાઝમા ઉપલબ્ધ હોય છે. એકવાર ડોનેટ કરેલા પ્લાઝમાથી બે લોકોની સારવાર કરી શકાય છે.

અફવાઓથી બચો, પ્લાઝમા પણ અન્ય દવાઓની જેમ વધારાની સુરક્ષા માટે
બીજે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિધી ભટનાગરે કહ્યું કે પ્લાઝમા થેરેપી પર વધુ સંશોધનો બાકી છે, પરંતુ અત્યાર સુધી તેના પરિણામ સારા રહ્યા છે. જોકે દર્દીને તે કયા તબક્કામાં અપાય છે, તેનું પણ મહત્ત્વ છે. ક્રિટિકલ સમયમાં પ્લાઝમા જ નહીં, બીજી પણ અનેક દવાની મદદ લેવાય છે. તેથી એવું માનીને ચાલો કે આ એકમાત્ર સારવાર નથી.

 • હાલ ડૉક્ટરો પાસે એવા ડેટા નથી કે જેનાથી પ્લાઝમાની ચોક્કસ ભૂમિકા સાબિત થઈ શકે કોરોના સંક્રમિતોના પ્લાઝમામાં એન્ટિબોડી હોય છે. આ એન્ટિબોડી વેક્સિનની જેમ જ એન્ટિબોડી બનાવીને કોરોનાને ન્યુટ્રલાઈઝ કરે છે. જોકે, પ્લાઝમા થેરેપી કેટલી કારગર છે તે અંગે નિષ્ણાતો એકમત નથી, પરંતુ સારવારમાં તેની કોઈ ભૂમિકા નથી, એ કહેવું ખોટું છે. હાલ ડૉક્ટરો પાસે એવા ડેટા નથી, જેનાથી સાબિત થઈ શકે કે બિમારીના કયા સ્તરે પ્લાઝમા આપવાથી તે સારી રીતે કામ કરે છે. – ડૉ. વી. એમ. કટોચ, પૂર્વ ડીજી, આઈસીએમઆર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *