રિઝલ્ટ:JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ મેળવ્યો દેશમા છઠ્ઠો ક્રમાંક

Ahmedabad Gujarat
  • નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે 24 થી 26 ફેબ્રુઆરીથી સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ એટલે કે IIT અને NIT માં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામનું પરિણામ જાહેર થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે 24 થી 26 ફેબ્રુઆરીથી સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના અનંત કીદામ્બીનો ટોપ 6માં શમાવેશ
દેશભરમાંથી 6.5 લાખ જ્યારે રાજ્યમાંથી અંદાજે 30 હજાર જેટલા એ ગ્રુપના વિદ્યાર્થીઓએ JEEની મુખ્ય પરીક્ષા આપી હતી. જે પૈકી દેશભરમાંથી 6 વિદ્યાર્થીઓ એવા છે, કે જેમને 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જેમાં અમદાવાદ અનંત કીદામ્બીનો સમાવેશ થાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જારી કરેલ યાદીમાં દેશભરના કુલ 41 ટોપર્સનો સમાવેશ થાય છે. જેમાં અનંત કીદામ્બીનો દેશના ટોપ 6 વિદ્યાર્થીઓનોમાં શમાવેશ થાય છે, જ્યારે ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો છે.

ચાલુ વર્ષે પહેલીવાર લેવાનાર છે 4 વાર JEE મુખ્ય પરીક્ષા
અત્યાર સુધી વર્ષમાં બે વાર JEEની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વાર વર્ષમાં ચાર વાર JEE મુખ્ય પરીક્ષા લેવાનાર છે. જે પૈકી પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાઈ, આગામી પરીક્ષા માર્ચ, એપ્રિલમાં લેવાશે. મે મહિનામાં દેશના અલગ અલગ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ચોથી વાર JEEની મુખ્ય પરીક્ષા લેવાશે. આ 4 પરીક્ષા પૈકી વિદ્યાર્થીનું જે પરીક્ષામાં સર્વોચ્ચ પરિણામ આવે તે માન્ય રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે અને ગમતી IIT કે NITમાં પ્રવેશ મેળવી શકે તે માટે પહેલીવાર વિદ્યાર્થીઓ 4 વાર પરીક્ષાના વિકલ્પ ​​​​​​​આપવામાં આવ્યો છે, એટલે કે જો કોઈ વિદ્યાર્થીનું પરિણામ નબળું આવે તો તે ફરી વાર પરીક્ષા આપી શકે અને સારું પરિણામ લાવી શકે. ચાર તબક્કામાં મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓનું એક કોમન મેરિટ બનશે, જેના આધારે અંદાજે બે લાખ 40 હજાર વિદ્યાર્થીઓને JEE એડવાન્સ પરીક્ષાની તક આપવામાં આવશે, જે પાસ કરી તેઓ દેશની પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *