- અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી કાર્યકરો ગળામાં બેનરો લટકાવી વિરોધ કરવા પહોંચ્યા
- રાજ્યમાં મહિલા વિરુદ્ધ અપરાધોના વિરોધમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનું પ્રદર્શન યોજ્યું
રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજનો સમય જે ખુબ જ તકલીફવાળો ચાલી રહ્યો છે મંદી, મોંઘવારી, મહામારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી પ્રજાજ્યારે ત્રસ્ત હોય હેરાન પરેશાન હોય હાડમારી ભોગવી રહી હોય અને આ તમામ સમસ્યાઓ પાછળ જો કોઈ જવાબદાર હોય તો રાજ્યની ભાજપ ૨૫ વર્ષ થી શાસન કરતી સરકાર જવાબદાર હોય, ત્યારે સરકારે પોતાના અણઘડ વહીવટ, નિષ્ફળતાઓ પોતાની હાડમારી માટે શરમ કરવાની હોય તેના બદલે પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાથી વાહવાહી કરવામાટે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ઉજાણી કરવામાં આવી રહી છે ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું વ્યાપારીકરણ કરવામાં આવ્યું તેની નીતિઓને કારણે દિવસે દિવસે શિક્ષણ અધોગતિ તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે સરકાર જ્ઞાન દિવસ ની ઉજવણી ના તાયફા કરે છે.
ગુજરાતમાં જયારે કોરોના મહામારીમાં હોસ્પિટલમાં બેડના મળ્યા, ઈન્જેકશન ના મળ્યા ઓક્સીજન ના મળ્યા વેન્ટીલેટર ના મળ્યો સ્ટાફ ની વ્યવસ્થા ના હોય ઇન્ફ્રાસ્ટ્રકચર ની વ્યવસ્થા ના હોય, લોકો ખાનગી હોસ્પિટલ માં લુટાયા હોય, ૨ લાખ કરતા વધારે લોકો મોતના મુખ માં ધકેલાયા હોય, એવા સંજોગોમાં સરકાર શરમ કરવાને બદલે એના અસંવેદનશીલ અને અનગઢ વહીવટનો પરિણામ હોવા છતાં સંવેદના દિવસ ઉજવવાની વાત કરે છે. ગુજરાતમાં જયારે કુપોષિત લોકોની સંખ્યા લાખોમાં હોય, લોકો ભુખમરાનો ભોગ બનતા હોય પ્રજા માટે જે રાશન નું અનાજ છે એની ખુલ્લે આમ કાળાબજારી થતી હોય, ગરીબ લોકોનું અનાજ સગેભાગે થતું હોય, એવા સંજોગોમાં સરકાર પ્રજાના પૈસે અન્નોત્સવ ઉજવવાના તાયફા કરે છે.
આજે જયારે નારી સન્માન દિવસ ઉજવવાની વાત આવે ત્યારે ચોક્કસ યાદ કરવા પડે ગુજરાત ના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદી બેન ને કે જે ગુજરાતમાં પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન ને કામ કરવાની તક મળી, તેમને અપમાનિત કરી ને તેમના પદ પર થી તેમને રાજકારણ માંથી હટાવાનો જે કારસો કરવાવાળા લોકો હતા ષડયંત્ર કરવા વાળા લોકો હતા એ લોકો આજે પોતાના પાંચ વર્ષના શાસનની ઉજવણી કરવા જઈ રહ્યા છે.
જે ગુજરાતમાં રોજ બે ખૂન થતા હોય રોજ ચાર મહિલાઓ પર બળાત્કાર ના ગુના નોંધાતા હોય, દર એક કલાક પર મહિલાઓ ઉપર થતા અત્યાચાર ના બનાવ બનતા હોય, એ ગુજરાતની સરકાર આજે મહિલા સન્માન દિવસ ના તાયફા કરી રહી છે જે શાસકો ભૂતકાળ માં મહિલાઓની જાસુસી કરવામાટે જાણીતા હોય જે શાસન માં નલિયા કાંડ જેવા મોટા બનાવોમાં યૌન શોષણ થયું હોય અને એમાં એમના જ લોકો ની સંડોવણી સાબિત થઇ હોય, તેમ છતાં તેના રીપોર્ટ ના આવતા હોય, જામનગરની સી.જી. હોસ્પીટલમાં જે કોરોના વોરીયર્સ કહી શકાય એવી મહિલા અને નર્સ અને મહિલા સ્ટાફના આપણી દીકરીઓ અને બહેનો ને નોકરી આપવાના બહાને જે રીતે યૌન શોષણ નો બનાવ બહાર આવ્યો, એને પોતાની ફરિયાદ માટે અને ન્યાય માટે દસ દસ દિવસો સુધી આંદોલનો કરવા પડે અને સરકાર એમને સાંભળવા ના હોય એ સરકાર આજે મહિલા સન્માનની વાત કરે છે.
ભાજપની આ તાનાશાહ નીતિ છે
ગુજરાતમાં જે બેટી બચાવોનો નારો આપવામાં આવ્યો, એની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી ને જાહેરાતો પોસ્ટરોની પબ્લીસીટી કરવામાં આવી, અને એજ ગુજરાતમાં આજે મહિલા જે જેન્ડર રેશિયો સમાનતાની જે વાત કરીએ, એક સમય ની વાત કરીએ તો ૧ હજાર પુરુષોએ ઓએ ૯૦૭ મહિલાનો રેશિયો હતો, આજે એ આટલી જાહેરાતો અને તાયફા પછી ઘટીને ૧૦૦૦ એ ૮૫૪ એ છેલ્લે અટક્યો છે.
એ સંજોગો માં સરકાર કયા મોઢે મહિલા સન્માનની ઉજવણી કરવાની વાતો કરે છે. દેશના જે ૧૮ મોટા રાજ્યો છે એમાં જેન્ડર રેશિયો ની જો આપણે વાત કરીએ તો ગુજરાત છેલ્લા ક્રમે આવે છે. એ સંજોગોમાં ગુજરાતમાં જે કુલ વસ્તી છે એની ૫૦ ટકા જેટલી મહિલાઓની વસ્તી આજે આપણે ઘરેલું હિંસાના ગુનાઓ જોઈએ તો જેટલી ફરિયાદો આવે એમાં ૭૦ ટકા મહિલા અત્યાચારની ફરીયાદો આવે છે. આજે ગુજરાત જે પહેલા એનકાઉન્ટર ના નામે જાણીતું હતું આજે ગુજરાત કસ્ટોડીયલ કેશ ના નામે આખા દેશ માં જાણીતું બને એવા દીવસો આવ્યા છે.
વાત કરી એ કે પુરુષ અને મહિલા વચ્ચેનો જે લિંગ ભેદ છે જેના કારણે જે બાળકીઓની હત્યા થાય, તેમજ ગુજરાતમાં દર વર્ષે ૯૩૩૧ કન્યાઓ ભોગ લેવાય અને પાંચ વર્ષ થી ઓછી ઉમર ની આ કન્યાઓના આ ડેથ રેશિયો છે એમાં ગુજરાત આખા દેશમાં અગ્રેસર રાજ્યોમાં સ્થાન આવે, અને ગુજરાતમાં પણ જે ૫ જિલ્લાઓ જે અગ્રેસર છે. તેમ છતાંપણ ગુજરાતમાં આજે બેન દીકરીઓ સલામતના હોય, ખાનગીકરણ ના નામે, કોન્ટ્રાક્ટ ના નામે, આઉટ સોર્સિંગના નામે યોન શોશણો થઇ રહ્યા હોય, જે ભાજપનું ૨૫ વર્ષ નું શાશન છે તેના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મહિલાના અપમાન માટે, મહિલાઓના યૌન ઉત્પીડન થઇ રહ્યું છે એને મજાક સ્વરૂપે નીવેદનો કરતા હોય, જે સરકાર આજે મહિલા સન્માનની વાત કરે છે, કોંગ્રેસ પક્ષે હમેશા મહિલાઓના માન સન્માન, અધિકારની વાત કરી છે.
આજે પણ ગુજરાત માં મહિલાઓનું માન સન્માન અને અધિકાર મળે તેવી વાત લઈને આવ્યા છીએ. આજે પણ ગુજરાતની બહેન, દીકરીઓની સલામતી સાથે જીવી શકે, આગળ વધી શકે એવી વાત લઈને આવ્યા છીએ, એટલે અમે આજે મહિલા સુરક્ષા અભિયાન ના નામે આજે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ મહિલા સુરક્ષા અભિયાન એક દિવસ પુરતો ના બની રહેતા આવનારા વર્ષો સુધી આ કાર્યક્રમ જ્યાં સુધી મહિલા એનું માન સન્માન, ગૌરવ, અધિકાર અને સુરક્ષા પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો અમારા મહિલા કોંગ્રેસના માધ્યમ થી કરવામાં આવશે.
આજે જયારે રાજકોટ, સૌરાષ્ટ્રનું પાટનગરમાં આપણે રહેતા હોઈએ, અહીયાના જે પ્રશ્નો છે જે મહિલાઓની માંગણી છે કે મહિલા અત્યાચારના બનાવો ખુબ વધે, પોલીસ ફરિયાદ કરવા જવું હોય તો પોલીસ એમના ઉપર પુરતું ધ્યાનના આપે, ત્યારે આખા રાજકોટ હોય કે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં મહિલા પોલીસ સ્ટેશનનોની સંખ્યા વધારવી જોઈએ જેથી કરીને મહિલાઓને ત્વરિત તેમની ફરિયાદોનો યોગ્ય નિકાલ થઇ શકે સાથે સાથે મહિલાઓ અત્યાચાર ની ફરિયાદ કરે તો એક ચોક્કસ સમય મર્યાદામાં એને ન્યાય મળે, એટલા માટે આખા ગુજરાતમાં મહિલા અદાલતોની સુવિધાઓ કરીને સંખ્યા વધારી અને એમાં પુરતો સ્ટાફ અને જજની નિમણુક કરી અને ત્વરિત ન્યાય મળે તે માટેની કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતમાં આજે જે રીતે મહિલાઓ દિવસે દિવસે નોકરી માં કે અન્ય વ્યવસાયમાં આગળ વધે છે.
એવા સંજોગોમાં ખાસ કરીને રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય એવા મોટા શહેરો છે જ્યાં વર્કિંગ વુમન માટે અત્યારે કોઈ સરકારી યોગ્ય વ્યવસ્થાઓ નથી અને એના કારણે ખાનગી જગ્યાએ રહેવા માટે મજબુર બનેલ અનેક રીતે શોષણ નો ભોગ બનતા હોય છે. તે સંજોગો માં વર્કિંગ વુમન માટે તમામ મોટા શહેરોમાં સારી રહેવા અને અન્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. ગુજરાત માં આજે પણ ૪૫ ટકાથી વધારે મહિલાઓ કુપોષણનો ભોગ બને છે. આ કુપોષણનો ભોગ બનેલી મહિલાઓને કારણે એમના બાળકો પણ કુપોષિત બને છે અને ગુજરાતનું જે ભવિષ્ય છે એના પર મોટો ખતરો ઉભો થાય છે. એવા સંજોગોમાં ખાલી જાહેરાતો કે અન્નોત્સ્વ ઉજવવાને બદલે સરકાર ગુજરાતની મહિલાઓ માંથી કુપોષણને નાબુદ કરવા માટે કોઈ કાર્યવાહી કાર્યક્રમો લઈને આવે તો મહિલા સન્માન કહેવાય, અને ગુજરાતમાં મહિલા શક્તિ ની આપણે વાત કરીએ જે મહિલાઓ ઘર ચાલવાથી લઈને સમાજ જીવન માં અનેક જગ્યા એ મોટી જવાબદારીઓ પર કામ કરે છે અને અનેક જગ્યા એ સેવા કર્યો સાથે જોડાયેલા છે, અનેક જગ્યા એ આપણા ભવિષ્યના ઘડતર સાથે જોડાયેલા છે એવી આંગણવાડી ની બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજન માં કામ કરતી મહિલાઓ હોય, સરકારના અનેક ખાતાઓમાં ફિક્ષ પગાર, કોન્ટ્રાક્ટ કે આઉટ સોર્સિંગ સાથે જોડાયેલી મહિલાઓ હોય આ તમામ મહિલાઓને તમે સન્માન ત્યારે આપ્યું કેહવાય કે જયારે એને કામ ના પ્રમાણ માં વેતન મળે, સમાન કામ સમાન વેતન નો એને અધિકાર મળે અને આ તમામ આંગણવાડી ની બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજનની વર્કર બહેનો હોય કે અન્ય મહિલા કર્મચારીઓ હોય, એ તમામ કર્મચારીઓ વર્ષોથી પૂરતા વેતનની અને કાયમની નોકરી માટેની જે લડત લડી રહી છે.
એમને ન્યાય આપો તો મહિલા સન્માન કહેવાય, કે ખાલી જાહેરાતો કરવાથી, ખાલી ભાષણો કરવાથી કે ખાલી પ્રજાના ટેક્ષ ના પરસેવાના પૈસા થી એ ઉત્સવ મહોત્સવ અને પબ્લીસીટી કરવાથી ગુજરાતની મહિલાઓને સન્માન નહિ આપી શકાય, અને જે શાશકો જાસુસી કરવા માટે જાણીતા હોય, જે શાસકો આનંદી બેન જેવા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ના અપમાનીત કરવાની અને એમને પદભ્રષ્ટ કરવા માટે જાણીતા હોય, એવા શાસકો આજે એમના પાંચ વરસ ની ઉજવણી કરે ત્યારે હું માનું છુ કે આ શરમ કરવાને બદલે ઉજાણી સમાન આ સરકારના કાર્યકમો છે, અને એની સામે પ્રજાના વિવિધ વર્ગના લોકોના પ્રશ્નો ને વાંચા આપવા માટે એની વાતને બુલંદ કરવા માટે, એના અધિકારો માટે, કોંગ્રેસ પક્ષ કાર્યક્રમ લઈને આવ્યુ છે અને આજે અમે મહિલા સુરક્ષા અભિયાન ના બેનર અને કાર્યક્રમ લઈને આવ્યા છીએ, મહિલાઓનું સન્માન અને મહિલાઓની સુરક્ષા અને મહિલાઓની તમામ રીતે આર્થીક અને સામાજિક ઉન્નતી થાય એને સમાજમાં જે આપણી શક્તિનું બિરુદ આપ્યુ છે એ શક્તિ સ્વરૂપ મહિલાઓને તમામ રીતે સન્માન મળે એ કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ છે.