રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે દેશ અને ઘર બંનેનું બજેટ બગાડ્યું છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઇને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. બજેટ રજૂ થયા બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આવેલા ઉછાળાથી આમ જનતાના ખિસ્સા પર હજુ માર વધશે.
જેને લઇને રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક સમાચાર શેર કરતા ટ્વિટ કર્યું કે મોદી સરકારે બજેટ બગાડી દીધું છે. દેશ અને ઘર બંનેનું.
રાહુલ ગાંધીએ બજેટને લઇને સતત મોદી સરકાર પર આકરા હુમલા યથાવત રાખ્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ કહ્યું હતું કે મોદીના ‘મિત્ર’ કેન્દ્રિત બજેટમાં ખેડૂતોને પેટ્રોલ-ડિઝલની વધારે કિંમત આપવી પડશે અને કોઇ આર્થિક મદદ પણ નહીં મળે. ત્રણેય કૃષિ વિરોધી કાયદાથી કચડ્યા બાદ દેશના અન્નદાતા પર એક વધુ વાર!
તબક્કાવાર કરેલા ટવિટમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીના ‘મિત્ર’ કેન્દ્રિત બજેટનો મતલબ છે – વિષમ પરિસ્થિતિમાં ચીનના પડકારનો સામનો કરી રહેલા જવાનોને કોઇ સહાયતા નહી. દેશની રક્ષા કરનારાઓની સાથે વિશ્વાસઘાત!
ખરેખર, આ વર્ષે કેન્દ્ર સરકારે રક્ષા બજેટમાં અંદાજે 1.4 ટકાનો વધારો કરાયો છે જ્યારે નાણા મંત્રીએ પોતાના ભાષણમાં રક્ષા ક્ષેત્રનો કોઇ ઉલ્લેખન કર્યો નથી. આ જ કારણ છે કે વિપક્ષને સરકારને આડે હાથ લેવાની તક મળી ગઇ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિત્રો માટે બનાવામાં આવેલા બજેટમાં જવાનો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. સરહદ પર જવાન ચીનની આક્રમકતાનો સામનો કરી રહી છે. પરંતુ તેમનો કોઇપણ સમર્થન નહી મળી રહ્યું. ભારતના રક્ષાજવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે રાહુલ ગાંધી બજેટને લઇને સતત મોદી સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. કોંગ્રસ સાંસદનો આરોપ હતો કે નાણા મંત્રીએ બજેટમાં રક્ષાને લઇને કોઇ ઉલ્લેખન કર્યો નથી. રક્ષા મંત્રાલયનું બજેટ પણ વધારવામાં આવ્યું નથી.
આ મુદ્દા પર રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ પણ કરી હતી. કોંગ્રેસ સાંસદનું કહેવુ હતું કે બજેટમાં માત્ર મોદી સરકારે નજીકના કરોડપતિઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ જે જવાન ચીનનો સામનો કરી રહ્યાં છે તેમના માટે કાંઇ પણ કર્યું નથી.