સાંતલપુર પંથકની ઘટના:પ્રાથમિક શાળાની પાછળ બાથરૂમ જતી સગીરા પર છરીની અણીએ ત્રણ યુવકોએ દુષ્કર્મ ગુજારી વીડિયો વાયરલ કર્યો

Gujarat
  • વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કહ્યું અમે બોલાવીએ ત્યારે આવી જજે
  • જ્યાં સગાઈ થઈ હતી તેના જેઠે વીડિયો જોતાં સગીરાએ તેના ભાઈને ઘટના જણાવતાં 3 સામે ફરિયાદ
  • પાછળથી આવેલા શક્તિસિંહે સગીરાને છરી બતાવી મોઢે ડૂચો માર્યો હતો
  • શાળાના અવાવરૂ ઓરડામાં લઈ જઈ મરજી વિરૂદ્ધ કૃત્ય આચરતાં ત્રણ સામે ફરિયાદ

સાંતલપુર તાલુકાના એક ગામે રહેતી સગીરા એકાદ મહિના આગઉ સાંતલપુર ખાતે કપડા ખરીદવા ગઈ હતી. તે વખતે સાંતલપુર જુની પ્રાથમિક શાળા પાછળ બાથરૂમ કરવા જતાં તેનો પીછો કરતા ત્રણ શખ્સોએ આવીને છરી અણીએ તેની મરજી વિરૂધ્ધ વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું અને તેનો વિડીયો ઉતાર્યો હતો.

વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને અવાર નવાર તેને બોલાવવા પ્રયાસ કરતા હતા પણ ફરીથી તેમના તાબે ન થતાં દુષ્કર્મીઓ દ્વારા વિડીયો વાયરલ કરી દેતાં તેને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ભોગ બનનાર સગીરાના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે સાંતલપુરના ત્રણ શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુર તાલુકાના એક ગામે રહેતી સગીરા એકાદ મહિના અગાઉ બપોરે બે વાગે સાંતલપુર ખાતે કપડા લેવા જતી હતી ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતની પાછળ આવેલ જુની સાંતલપુર પ્રાથમિક શાળામાં બાથરૂમ કરવા જતા તે વખતે ત્રણ શખ્સોએ પીછો કરી ધસી જઈ પાછળથી શક્તિસિંહે છરી બતાવી મોઢે ડુચો માર્યો હતો, અને શાળાના અવાવરૂ ઓરડામાં લઇ ગયા પછી તેની મરજી વિરૂધ્ધ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. મિતાઝખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ વિડીયો ઉતારીને અમે બોલાવીએ ત્યારે તુ આવજે નહિતર વીડીયો વાયરલ કરી બદનામ કરી નાખીશુ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ પંદર દિવસ પહેલા ત્રણેય શખ્સો સાંતલપુર આવીને સગીરા તેની બહેન અને બહેનપણી સાથે હતી તે વખતે જોડે આવીને વિડીયો બતાવીને કહેલ કે અમો અવાર નવાર બોલાવવા છતા તુ કેમ એકાંતમાં મળવા આવતી નથી અને જો બે દિવસમાં સાંતલપુર મળવા નહિ આવે તો આ વિડીયો ગામના સમાજના ગૃપોમાં વાયરલ કરી દઇશુ તેવી ધમકી આપી હતી, તો પણ સગીરા મળવા ગયેલી નહી ત્યારે ત્રણ શખ્સો આ વિડીયો વાયરલ કર્યો હતો.

જ્યાં સગાઈ કરી હતી ત્યાં પણ હડકંપ મચ્યો
આ વિડીયો ભોગ બનનારની સગાઇ કરેલ હોય તેના જેઠના ધ્યાને આવતા તેઓએ સમગ્ર વીડિયો સગીરાના ભાઇ બતાવ્યો હતો. તેના ભાઇએ પરીવારની હાજરીમાં તેની બહેનને સમગ્ર ઘટના વિષે પુછતા તેણીએ તેની સાથે બનેલ ઘટનાની વાત કરી હતી.

આ અંગે ભોગ બનારના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઆઇ એ.પી.સોલંકી જણાવ્યુ હતુ કે હાલમાં ભોગ બનનારનુ મેડીકલ ચેક અપ હાથ ધરાયુ છે તેમજ આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિ માન કર્યા છે.
આરોપીઓનાં નામ

  • શક્તિસિંહ બાબુજી જાડેજા
  • જગતસિંહ ઉર્ફે જગો જાલુભા જાડેજા
  • મિતાઝખાન દિલાવરખાન સિપાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *