Shankar Chaudhary Gujarat Vidhan Sabha New Speaker

Shankar Chaudhary : એક સમય પીએમ મોદીના જિગરી ‘દોસ્ત’ને ટક્કર આપનારા, શંકર ચૌધરીની વિધાનસભાના સ્પીકર તરીકે પસંદગી કરાઈ

Gujarat
  • શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના સ્પીકરની જવાબદારી સોંપાશે
  • શંકર ચૌધરીએ થરાદથી કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને વિજય મેળવ્યો છે
  • તેઓ નાની ઉંમરથી રાજકારણ સાથે સંકળાયેલા છે, શંકરસિંહને આપી હતી ટક્કર

Shankar Chaudhary New Speaker Of Gujarat Vidhansabha: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જીતેલા શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપના શંકર ચૌધરી (Shankar Chaudhary) 20 ડિસેમ્બરે ઔપચારિક રીતે વિધાનસબાના નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો આવ્યા પછી નવી સરકારે શપથ ગ્રહણ કર્યા બાદ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. આ માટે 19 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યપાલ નવા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને વિધાનસભા અધ્યક્ષ પસંદ કરવા માટે યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. અત્યાર સુધી ડૉ. નીમાબેન આચાર્ય વિધાનસભાના સ્પીકર હતા, પાર્ટીએ આ વખતે તેમને ટિકટ આપી નહોતી.

વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, એક સમયે વાઘેલાને આપી હતી ટક્કર
15મી વિધાનસભાના સ્પીકર બનવા જઈ રહેલા શંકર ચૌધરી ગુજરાતના રાજકારણમાં એક નવા પડાવ પર પહોંચ્યા છે. પૂર્વ મંત્રી રહી ચૂકેલા શંકર ચૌધરી 2017માં વાવથી ચૂંટણી હારી ગયા હતા. જેના કારણે તેઓ ગુજરાતના રાજકારણમાં હાંશિય પર હતા અને સહકારી ક્ષેત્રમાં સતત સક્રિય રહ્યા હતા. 2022ની ચૂંટણીમાં શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી પૂનરાગમન કર્યું છે, આ પછી તેમને સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી છે.

કોણ છે શંકર ચૌધરી

શંકર ચૌધરી યુવાનીમાં રાજકારણમાં જોડાયા હતા. 1997ની ચૂંટણીમાં શંકર ચૌધરીએ તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ભાજપની ટિકિટ પરથી લડીને ટક્કર આપી હતી. આ ચૂંટણીમાં શંકર ચૌધરી હારી ગયા હતા, પરંતુ વર્ષ પછી થયેલી ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા. એક સમયે નરેન્દ્ર મોદીના જિગરી રહેલા શંકરસિંહ વાઘેલાનો ડંકો હતો, ત્યારે શંકર ચૌધરીએ તેમની સામે પોતાની તાકાત બતાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *