- પ્રાથમિક જાણકારી અનુસાર ઘટના રાત્રે લગભગ 3 વાગ્યા ને 40 મિનિટે બની
- રિપોર્ટ્સ અનુસાર આ બિલ્ડિંગમાં લગભગ 21 પરિવાર રહેતા હતા
મહારાષ્ટ્રમાં થાણેસ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થતાં 10 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં હજુ પણ 20થી 25 લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે.કાટમાળમાંથી એક બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી.
દુર્ઘટના રવિવાર રાત્રે 3 વાગ્યા ને 40 મિનિટે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. એમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઇમારત ઈ.સ. 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.