છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર, નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો

Gujarat
  • નવસારીમાં 4 ઈંચ, વાપી, લોધિકા, ગોંડલ, ભાવનગર, વધઈ અને કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ
  • આજથી 5 દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. ત્યારબાદ નવસારીમાં 4 ઈંચ, વલસાડના વાપી, રાજકોટના લોધિકા, રાજકોટના ગોંડલ, ભાવનગર, ડાંગના વધઈ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 9 તાલુકામાં સામાન્ય વરસાદ નોધાયો છે.

એક ઈંચથી ઓછો વરસાદ
આણંદના ખંભાત અને વલસાડના ઉમરગામમાં 23 મિમિ, ગીરસોમનાથના ઉનામાં 22 મિમિ, તાપીના વાલોદ અને ડાંગના આહવામાં 20 મિમિ, તાપીના દોલવણમાં 16 મિમિ, સુરતના મહુવામાં 14, સુરતના માંગરોળ અને નવસારીના ગણદેવીમાં 13 મિમિ, ભાવનગરના ઘોઘા અને નર્મદાના સાગબારામાં 12 મિમિ, અમરેલીના રાજુલામાં 11 મિમિ અને તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોઁધાયેલા10 મિમિથી વધારે વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
નવસારીજલાલપોર133
નવસારીનવસારી86
વલસાડવાપી40
રાજકોટલોધિકા35
રાજકોટગોંડલ31
ભાવનગરભાવનગર30
રાજકોટકોટડાસાંગાણી25
ડાંગવધઈ25
આણંદખંભાત23
વલસાડઉમરગામ23
ગીર સોમનાથઉના22
તાપીવાલોદ20
ડાંગઆહવા20
તાપીદોલવણ16
સુરતમહુવા14
સુરતમાંગરોળ13
નવસારીગણદેવી13
વલસાડકપરાડા13
ભાવનગરઘોઘા12
નર્મદાસાગબારા12
સુરતસુરત શહેર12
નવસારીવાંસદા12
અમરેલીરાજુલા11
તાપીસોનગઢ10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *