મધ્ય પ્રદેશમાં ચરિત્ર પર આશંકાને લીધે પતિ હેવાન બની ગયાની એક ઘટના સામે આવી છે.તેણે કુહાડીથી પત્નીના હાથ કાપી નાંખ્યા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી. અહીં ડોક્ટરની ટીમે 9 કલાક સુધી ઓપરેશન કર્યાં બાદ બન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટરનું કહેવું છે કે હાથમાં મૂવમેન્ટ થઈ રહી છે. જોકે 3થી 4 દિવસ બાદ જ માલુમ પડશે કે હાથ કામ કરશે કે નહીં.
હોસ્પિટલમાં દાખલ આરતીએ પતિની હેવાનિયતની માહિતી આપી
લગ્નના 15 દિવસ બાદ જ પતિ રણધીર ઝઘડો કરવા લાગ્યો હતો. સોમવારે રાત્રે સૌ ભોજન કરી ઉંઘી રહ્યા હતા. રાત્રે આશરે 11 વાગ્યા હતા. રણધીરે જંગલમાંથી લાકડા લાવવાની વાત કહી. મે કહ્યું આટલી મોડી રાત્રે શા માટે? આવતી કાલ સવારે જશુ. તેણે કહ્યું કે લાકડા કાપીને રાખ્યા છે, બસ ઉઠાવીને લાવવાના છે.
અમે ઘરેથી નિકળ્યા. ગામ પાસે આવેલી નદીના પુલની આગળ જઈ તેણે પૂછ્યું લાકડા ક્યાંથી કાપવામાં આવે. મે કહ્યું ઉપરથી કાપો. પણ તેમણે લાકડાને બદલે મારાી ઉપર જ કુહાડીના વાર કરવાનું શરૂ કર્યું. મારા હાથમાંથી લોહી વહેવા લાગ્યું. હું જમીન પર પડી ગઈ. બાદમાં રણધીર જતો રહ્યો.
આ સમયે મે માર્ગમાં કાર અને ટ્રકોને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે મને જોઈ નહીં. રણધીર મને જોઈને ફરી મારી તરફ આવ્યો. હું બેભાન થઈ ગઈ હોવાનું નાટક કરી જમીન પર પડી ગઈ. ત્યારબાદ તે પરત જતો રહ્યો અને એક ટ્રકમાં બેસીને જતો રહ્યો. હું પહેલી વખત જંગલ ગઈ હતી. જેમ-તેમ કરીને હું ઘરે પહોંચી અને પરિવારને આ ઘટના અંગે જાણ કરી.
અઢી મહિના અગાઉ રણધીર અને અનીતાના કોર્ટ મેરેજ થયા હતા
અનીતાએ કહ્યું કે અમે આશરે અઢી મહિના અગાઉ 8 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતા. પાંચ વર્ષ અગાઉ રાયસેનના ફુલ્વારામાં એક લગ્ન પ્રસંગે અમારી મુલાકાત થઈ હતી. લગ્ન કર્યાના 15 દિવસ સારા પસાર થયા, પણ અચાનક મારી ઉપર તે શક કરવા લાગ્યો, તે કહેતો કે તુ અન્ય કોઈની સાથે વાતચીત કરી રહી છે. હું શા માટે અન્ય કોઈની સાથે વાતચીત કરું. મે તો તમારી સાથે લવ મેરેજ કર્યાં છે.
પિતાએ કહ્યું- મારી દિકરી મરી ગઈ, સસરા જ સારવાર કરાવી રહ્યા છે
આરતીનું પિયર સીહોર જિલ્લાના સાતયોગ ગામમાં છે. ઘરમાંથી માતાપિતા અને 2 નાના ભાઈ-બહેન છે. લગ્ન બાદ ઘરે વાત કરવા સંપર્ક કર્યો, પણ પિતાએ કહ્યું મારી દિકરી મારા માટે મરી ગઈ છે. માટે બાદમાં પરિવારના સભ્યો સાથે કોઈ વાતચીત નથી થઈ. બીજીબાજુ આરતીના સસરા નારાયણ સિંહ જ તેની હોસ્પિટલમાં દેખરેખ રાખી રહ્યા છે. તે કહે છે કે મારે ત્રણ દિકરા હતા. હવે ત્રીજો દિકરો મારા માટે મરી ગયો. તેની સાથે મારે કોઈ જ લેવા દેવા નથી.
ડોક્ટરે 9 કલાક ઓપરેશન કરી હાથને 95 ટકા સુધી જોડી દીધો
હમીદિયા હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો.આનંદ ગૌતમે જણાવ્યું કે પીડિતને લઈ તેનો પરિવાર મંગળવારે આશરે 1 વાગે આવ્યો હતો. તે સમયે તેના બન્ને હાથ અનુક્રમે 90-95 અને 95 ટકા કપાઈ ચુક્યા હતા.
અમે બન્ને હાથને જોડી દીધા છે. આજે સવારે તેમના હાથમાં મૂવમેન્ટ જોવા મળી છે. દર્દી તેના હાથની મૂવમેન્ટ કરી શકે છે.તેમ છતાં હાથ કામ કરવા અંગે ત્રણથી ચાર દિવસમાં જ માલુમ પડશે.