22 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 538 થયા, છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

Gujarat
  • 4 વેન્ટીલેટર પર, 447ની હાલત સ્થિર અને 44 દર્દી સાજા થયા
  • 24 કલાક દરમિયાન 2012ના ટેસ્ટ કરવામાં આવ્યા,  51 પોઝિટિવ અને 1632 નેગેટિવ અને 329 રિપોર્ટ પેન્ડિગ
  • અત્યાર સુધીમાં 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 519 પોઝિટિવ, 10867 નેગેટિવ અને 329 પેન્ડીગ

ગાંધીનગર. રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.જ્યારે કુલ 25 દર્દીના મોત નીપજ્યાં છે તો 44 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 
આજથી માસ્ક ફરજિયાત
આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282 દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત
અમદાવાદના નવા 39 કેસ મોટેરા, રાયખડ, ઓઢવ, નરોડા મણિનગર,  જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282 કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.

રાજ્યમાં 521 પોઝિટિવ કેસ, 25 મોત અને 44 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ2821211
વડોદરા1010307
સુરત 310407
ભાવનગર230204
રાજકોટ180005
ગાંધીનગર150107
પાટણ140100
આણંદ090000
ભરૂચ080000
કચ્છ040000
પોરબંદર030003
છોટાઉદેપુર030000
ગીર-સોમનાથ020000
મહેસાણા020000
બનાસકાંઠા020000
મોરબી010000
પંચમહાલ010100
જામનગર010100
સાબરકાંઠા010000
દાહોદ010000
કુલ 5212544

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *