આરએસએસના નેતા અને પૂર્વ સાંસદ રઘુનંદ શર્માએ કૃષિ કાયદાને લઈને પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેઓએ કેન્દ્રીય કૃષિમંત્રીને પણ આકરા શબ્દો કહ્યા છે.
- કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન કાયમ
- આરએસએસના નેતાએ સરકાર પર સાધ્યું નિશાન
- રઘુનંદન શર્માએ કહ્યું સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી નથી
ત્રણ કૃષિ કાયદાના મુદ્દે ખેડૂત, વિપક્ષ અને વિરોધીઓ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ અને આરએસએસના દિગ્ગજ નેતા રઘુનંદન શર્માએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે સત્તાનો નશો તેમના માથે ચઢી ગયો છે. સ્પષ્ટ છે કે આરએસએસ નેતાએ કૃષિ પ્રધાનને નિશાન બનાવીને કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે.
કૃષિ મંત્રીને પણ કહ્યા આકરા શબ્દો
પૂર્વ સાંસદ શર્માએ બે દિવસ પહેલા તેમની ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, “પ્રિય નરેન્દ્રજી, તમે ભારતના શાસનના સાથી અને ભાગીદાર છો. આજની રાષ્ટ્રવાદી સરકારની રચના સુધી અનેક રાષ્ટ્રવાદીઓએ તેમના જીવન અને યુવાની ખોવી છે. છેલ્લા 100 વર્ષોથી જવાનો તેમના બલિદાન, સમર્પણ અને સખત પરિશ્રમથી માતૃભૂમિની સેવા અને રાષ્ટ્રિય હિતની સેવા અને રાષ્ટ્રીય હિતના વિસ્તરણમાં રોકાયેલા છે. આજે તમને જે સત્તાનો અધિકાર મળ્યો છે તે તમારા પરિશ્રમનું ફળ છે એ ભ્રમ થઈ ગયો છે. તેઓએ કહ્યું કે સત્તાનો નશો હોત તો નદી, પહાડ અને વૃક્ષની જેમ દેખાતો નહીં. તે અદ્શ્ય હોત. જેમ તમારા માથા પર ચઢી ગયો છે. પ્રાપ્ત દુર્લભ જનમતને શા માટે ખોવી રહ્યા છો, કોંગ્રેસની ગંદી નીતિ અમે લાગૂ કરીએ તે વિચારધારાનું હિત નથી. તમારા વિચારો કૃષિના હિતના હોઈ શકે છે પરંતુ કોઈ પોતાનું ભલું થવા દેતું નથી તો ભલાઈનું શું મહત્વ છે. તમે રાષ્ટરવાદને બળશાી બનાવવામાં સંવૈધાનિક શક્તિ લગાવો. જેથી પાછળથી પસ્તાવવું ન પડે. વિચારું છું કે તમે ભવિષ્યને સુરક્ષિત કરવાના સંકેતેને સમજી ગયા હશો.
22 કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપમાં આગમન પર કર્યા પ્રશ્નો
રઘુંદન શર્માએ વાત કરવાની કોશિશ કરી પણ સંપર્ક થઈ શક્યો નહીં. પૂર્વ સાંસદ શર્માએ ફેસબુક પર જે પક્ષ લખ્યો છે તેમાં તેઓ ભાજપના એ નેતાઓમાં સામેલ છે જે સમયાંતરે પાર્ટીની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ છોડીને જ્યારે 22 ધારાસભ્યો ભાજપમાં આવ્યા અને તેઓેને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાયા ત્યારે શર્માએ પાર્ટીને સમર્પિત કાર્યકર્તાની ઉપેક્ષાનો મુદ્દો જ ન ઉઠાવ્યો પણ અસંતુષ્ટો સાથે બેઠક પણ કરી હતી.