- રવિવારે ઈટલીમાં રેકોર્ડ 368 લોકોના મોત, તેમાં 289 લોમ્બાર્ડીમાંથી હતા, ચીન પાસે માંગી મદદ
- પ્રાંતની સીમાઓને સીલ કરવામાં આવી, ડોક્ટર્સને બહારથી બોલાવવામાં આવી રહ્યાં છે, મહામારીનું બીજું કેન્દ્ર બન્યુ યુરોપ
મિલાન(ઈટલી): ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. એક સમય એવા હતો કે જ્યારે વુહાનમાં સૌથ વધુ મોત થતા હતા. રોજ 150થી 200 લોકો મૃત્યુ પામતા હતા. એકલા વુહાનમાં જ અત્યાર સુધીમાં 2600થી વધુ સંક્રમિતોના મોત થયા છે. હાલ જ્યારે ત્યાં સ્થિતિ કાબુમાં છે તો ઈટલીના લોમ્બાર્ડી શહેર વિશ્વનું નવું વુહાન બની રહ્યું છે. એકલા લોમ્બાર્ડીમાં અત્યાર સુધીમાં 1218 લોકોના મોત થયા છે. ઈટલીમાં રવિવારે રેકોર્ડ 368 લોકોના મોત થયા છે. આ પૈકીના 289 લોકો લોમ્બાર્ડીના હતા. હાલ સ્થિતિ એવી છે કે દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ ઓછી પડી રહી છે. આઈસીયુમાં પણ દર્દીઓ માટે હાલ જગ્યા પણ બચી નથી. ડોક્ટરો પોતે સંક્રમિત થવા લાગ્યા છે. તેના પગલે હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત પડી રહી છે.
લોમ્બાર્ડીના રીજનલ ગર્વનર અટિલિયો ફોંટાનાના જણાવ્યા મુજબ, ઈટલીની આર્થિક રાજધાની ગણાતા આ ક્ષેત્રની હાલત બેકાબુ બની રહી છે. હવે અમે લોકોને રેસ્ક્યુ કરવામાં સમર્થ નથી. અમારી પાસે પર્યાપ્ત રિસોર્ચ બચ્યા નથી. હોસ્પિટલોમાં હવે બેડ બાકી બચ્યા નથી કે દર્દીઓને દાખલ કરી શકાય. અમે બીજા દેશોની સહાયતાની આશા રાખીએ છીએ. જેવી સહાયતા મળશે કે તરત અમે તેની સામે લડવા તૈયાર થઈ જઈશું. એક કરોડની વસ્તીવાળા આ પ્રાંતમાં સંક્રમિતોની સંખ્યા 13 હજાર 272 છે. તેમાં 767 દર્દીઓની હાલત ગંભીર છે.
ચીનની બહાર થનારા મોતમાં સૌથી વધુ ઈટલીમાં
ચીન બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ મોત ઈટલીમાં થયા છે. આ આંકડો 1809એ પહોંચી ગયો છે. ઈટલી સિવિલ પ્રોટેક્શન સર્વિસે કુલ 24 હજાર 747 લોકોમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. ઈટલીના સ્વાસ્થ્ય એક્સપર્ટના જણાવ્યા મુજબ, આ આંકડો આવનારા દિવસોમાં વધુ ઝડપથી વધશે. અહીં 2 હજાર 335 લોકોને સાજા કરવામાં આવ્યા છે. 1 લાખ 25 હજાર લોકોમાં સંક્રમણીની તપાસ કરવામાં આવી છે. લોકડાઉનના પગલે 6 કરોડથી વધુ લોકો ઘરમાં કેદ છે.
દરેક પ્રાંતમાંથી મોત થઈ રહ્યાં છેઈટ
લીમાં અત્યાર સુધીમાં થયેલા મોતમાં 67 ટકા લોમ્બાર્ડી અને મિલાનના હતા. જ્યારે દક્ષિણપૂર્વ પુગલિયા ક્ષેત્રમાં રવિવાર 16 મોત થયા છે. હવે ઈટલીના મોલિસ અને બેસિલિકાટ પ્રાંતને છોડીને લગભગ દરેક પ્રાંતમાં રોજ એકથી બે મોત થઈ રહ્યાં છે. ઈટલીની રાજધાનીમાં અત્યાર સુધીમાં 13 મોત થયા છે જ્યારે 436 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.
ચીન પાસે માંગ મદદ, સર્જિકલ માસ્ક પણ ખત્મ
મિલાનના મેયર બી પી સાલા કહે છે કે સર્જિકલ માસ્કની અછત છે, આ કારણે ચીન પાસે માંગવામાં આવ્યા છે. મેં છેલ્લા થોડા દિવસોમાં ઘણી વખત ચીનના અધિકારીઓ સાથે વાત કરી છે. અમારા તેમની સાથે સારા સંબંધ છે. શુક્રવારે જ તેમના તરફથી માસ્ક મોકલવામાં આવ્યા હતા. યુરોપિયન કમિશને પણ એક કરોડ માસ્ક જર્મનીમાંથી અપાવવાની જાહેરાત કરી છે.