- અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, રિલાયન્સ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા
- આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે, ડો. રેડ્ડી લેબના શેર ઘટ્યા
મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 563 અંક વધીને 32206 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 164 અંક વધીને 9415 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, રિલાયન્સ, મારૂતિ સુઝુકી અને બજાજ ઓટો સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે, ડો. રેડ્ડી લેબના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિશ્વભરના બજારો વધારા સાથે બંધ થયા
શુક્રવારે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 1.91 ટકા વધારા સાથે 455.43 અંક વધી 24331.30 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 1.58 ટકા વધારા સાથે 141.66 અંક વધી 9,121.32 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 1.69 ટકા વધારા સાથે 48.61 અંક વધી 2929.80 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.40 ટકા વધારા સાથે 11.72 અંક વધી 2907.06 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, જર્મની, ઈટલીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.