ગુજરાતના 70 લાખ બ્રાહ્મણ પરિવારજનોએ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જયંતિ ઘરે દિવા-આરતી-પ્રાર્થના કરી ઉજવી

Ahmedabad Gujarat

ગુજરાત: આજ રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિને ગુજરાતના બ્રાહ્મણ પરિવારોએ પોતાના ઘરમાજ દિપ પ્રાગટ્ય અને ભગવાન પરશુરામની આરતી કરીને આ મહામારીના સમયમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી “#ઘરેરહોસુરક્ષીત_રહો” ના સૂત્રને સાર્થક કરતા માનવમાત્રને યથાશક્તિ મદદ કરતા રહેવાની પ્રતિજ્ઞા કરી હતી.

બ્રહ્મસમાજ ના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના પ્રસંગે સમસ્ત બ્રહ્ન સમાજના યુવાનોએ હાલના સંજોગોને અનુલક્ષીને પીપળાના વૃક્ષ વાવીને ભગવાન શ્રી પરશુરામને વંદન કર્યા હતા

શ્રી પરશુરામ જયંતિના પાવન પ્રસંગે તપ, સંયમ, સેવા, પરોપકાર, પરાક્રમ, કર્તવ્ય, શક્તિના પ્રતીક, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના.

હેમાંગ મહિપતરામ રાવલ
9898233038
પ્રમુખ – શ્રી સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર યુવક મંડળ
ફાઉન્ડર ટ્રસ્ટી – શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – રાજ્યકક્ષા
ચેરમેન – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનેઝાઇશન
રાષ્ટ્રીય મીડિયા પ્રભારી, ટ્રસ્ટી -શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *