પોલીસે બઉઆનું ઈટાવામાં એન્કાઉન્ટર કર્યું

કાનપુર શૂટઆઉટ: 24 કલાકમાં 3 એન્કાઉન્ટર / વિકાસ દુબેના અંગત પ્રભાત મિશ્રાને ઠાર કરાયો, બીજો સાથી બઉઆ દુબે ઈટાવામાં ઠાર; વિકાસની શોધમાં 3 રાજ્યોમાં દરોડા

india
  • પ્રભાતની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, કાનપુર લાવતી વખતે તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો
  • વિકાસ દુબે મંગળવારે ફરીદાબાદમાં દેખાયો હતો, પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો
  • વિકાસના ખાસ અમર દુબેને બુધવારે હમીરપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર કરાયો

કાનપુર. કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેના સાથી પ્રભાત મિશ્રાને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે પ્રભાતની બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. કાનપુર લાવતી વખતે તેણે બાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસની પિસ્તોલ છીનવીને ફાયરિંગ કર્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં પ્રભાતને ગોળી વાગી અને તેનું મોત થઈ ગયું. બીજી બાજુ વિકાસ દુબે ગેંગના બઉઆ દુબે ઉર્ફે પ્રવીણનું પોલીસે ઈટાવામાં એન્કાઉન્ટર કરી દીધું. બંને બદમાશો 2 જુલાઈએ કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યામાં સામેલ હતા.

7 દિવસમાં વિકાસ દુબે ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરાયું
પોલીસે બુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટર કરી દીધું હતું. અમર હમીરપુરમાં છુપાયો હતો. અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. વિકાસની તપાસમાં યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.

બઉઆના 3 સાથી ફરાર, 1 પિસ્તોલ અને 3 બંદૂક મળી
ઈટાવાના એસએસપી આકાશ તોમરે જણાવ્યું કે, ગુરુવારે સવારે બકેવર વિસ્તારના મહેવા પાસે બઉઆ અને તેના 3 સાથીઓએ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી (DL-1 ZA-3602)ને લૂંટી હતી. ચેકિંગ દરમિયાન સિવિલ લાઈન વિસ્તારના કચૌરા ઘાટ રોડ પર પોલીસે બદમાશોને ઘેરી લીધા હતા. પરંતુ તેમણે પોલિસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં 50 હજાર રૂપિયાનો ઈનામી બઉઆનું મોત થયું હતું. તેના સાથી ભાગી ગયા. ઘટના સ્થળેથી એક પિસ્તોલ અવે 1 બંદૂક અને 2 કારતૂસ મળી છે.

ચૌબેપુર પોલીસ સ્ટેશનના SO અને કોન્સ્ટેબલની ધરપકડ
બિકરુ ગામ જે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે તે ચૌબેપુર પોલીસ સ્ટેશનના SO વિનય તિવારી અને કોન્સ્ટેબલ કેકે શર્માની પણ બુધવારે ધરપકડ કરી લેવામાં આવી છે. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું છે કે, તિવારી અને શર્મા 2 જુલાઈએ બિકરુ ગામમાં હાજર હતા, પરંતુ શૂટઆઉટ શરૂ થથાં જ બાગી ગયા હતા. એસએસપી દિનેશ પ્રભુએ જણાવ્યું કે, વિનય તિવારી અને કેકે શર્માએ વિકાસ દુબેને માહિતી આપી હતી કે પોલીસની રેડ પડવાની છે.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?
2 જુલાઈ: વિકાસ દુબેની ધરપકડ કરવા 3 પોલીસ સ્ટેશનના પોલીસે બિકરુ ગામમાં દરોડા પાડ્યા, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી.
3 જુલાઈ: પોલીસે સવારે 7 વાગે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. 20-22 નામજોગ સહિત 60 લોકો સામે ફરિયાદ નોંધી.
5 જુલાઈ: પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફે કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધા. પોલીસની ગોળી વાગતા દયાશંકર ઘાયલ થયો. તેણે ખુલાસો કર્યો કે, વિકાસે પહેલેથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
6 જુલાઈ: પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે મદદ માટે ક્ષમા દેવીનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ તેણે મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું લોકોશન જણાવી દીધું હતું. રેખાએ પણ બદમાશોની મદદ કરી હતી.
8 જુલાઈ: STFએ વિકાસના ખાસ અમર દુબેને ઠાર કર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી.
9 જુલાઈ: પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં ઠાર કરાયા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *