ભારતમાં પ્લાસ્ટીક મની કલ્ચર વધતું રહ્યું છે અને લોકો હવે ક્રેડીટ-ડેબીટ કાર્ડથી ખરીદી કરે છે પરંતુ છ માસમાં પ્રથમ વખત નવેમ્બર માસમાં ક્રેડીટ કાર્ડ થતી ખરીદીમાં ઘટાડો થયો છે. જુલાઈથી નવેમ્બર સુધીના આ સમયમાં જો કે સતત નવ માસમાં ક્રેડીટ કાર્ડથી ખર્ચ રૂા. એક લાખ કરોડથી વધી ગયું છે પરંતુ છ માસની સરખામણી કરો તો કદાચ તેમાં ઘટાડો થયો છે. ઓક્ટોબર માસમાં ક્રેડીટ કાર્ડ મારફત રૂા. 16343 કરોડની ખરીદી હતી જે નવેમ્બર માસમાં રૂા. 14,280 કરોડની ખરીદી થઇ છે.નવેમ્બર માસમાં કુલ 13 લાખ નવા કાર્ડ ઇસ્યુ થયા જેમાં સૌથી વધુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ ઇસ્યુ કર્યા હતા.