તેલંગાનાના સૂર્યાપેટમાં ચાલી રહેલી નેશનલ જૂનિયર કબડ્ડી ટૂર્નામેન્ટમાં સોમવારે મોટી દુર્ઘટના ઘટી. એક અસ્થાઈ ગેલેરીમાં બેસીને સેંકડો લોકો મેચ જોઈ રહ્યાં હતા. વજન વધુ હોવાને કારણે ગેલેરી પડી ગઈ. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા. સારી વાત એ છે કે કોઈએ જીવ નથી ગુમાવવો પડ્યો. સ્થાનિક લોકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. પોલીસના જણાવ્યા મુજબ, ઘાયલોમાં પાંચ-છ લોકોને ગંભીર ફ્રેક્ચર આવ્યા છે.

લાકડાં અને નબળા મટીરિયલથી બની હતી ગેલેરી
પોલીસે કહ્યું કે દુર્ઘટના કયા કારણસર ઘટીને તેની કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. જો કે લાકડાં અને અન્ય નબળા મટીરિયલથી બનેલી ગેલેરીને તેનું કારણ માનવામાં આવે છે. વધુ લોકો પહોંચ્યા હોવાને કારણે ગેલેરી નમી પડી અને તેની પર બેઠેલા લોકો નીચે પડી ગયા.

સૂર્યાપેટ જિલ્લાના પોલીસ અધીક્ષક આર ભાસ્કરને ફોન પર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, ‘અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છીએ. 47મી જૂનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ શરૂ થઈ તેના ઠીક પહેલાં જ આ દુર્ઘટના ઘટી. ટૂર્નામેન્ટ તેલંગાના કબડ્ડી એસોસિએશન અને કબડ્ડી એસોસિએશન ઓફ સૂર્યાપેટ સંયુક્ત રીતે આયોજિત કરી રહ્યાં છે.’