મેહુલ ચોકસીના ભાઈએ ડોમિનિકામાં નેતાને આપી લાંચ, સ્થાનિક મીડિયાનો દાવો

india

એન્ટિગાના ઓનલાઈન પોર્ટલ એસોસિયેટ્સ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચીનુ ચોકસી પણ 29 મેના રોજ પ્રાઈવેટ જેટથી ડોમિનિકા પહોંચી ગયા હતા. ત્યાં તેમણે વિપક્ષના નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી. આ પોર્ટલે દાવો કર્યો છે કે ચેતન ચોકસીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને લાંચમાં 2 લાખ અમેરિકન ડોલર આપ્યા છે.

ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોકસી અત્યારે ડોમિનિકાની જેલમાં કેદ છે અને ભારતીય એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એન્ટિગાના ઓનલાઈન પોર્ટલ એસોસિયેટ્સ ટાઈમ્સે સમાચાર પ્રકાશિત કર્યા છે કે મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચીનુ ચોકસી પણ 29 મેના રોજ પ્રાઈવેટ જેટથી ડોમિનિકા પહોંચી ગયા હતા. તેમણે ત્યાંના વિપક્ષના નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી. અહેવાલમાં દાવો કરાયો છે કે ચેતન ચોકસીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને લાંચ તરીકે 2 લાખ અમેરિકન ડોલર આપ્યા છે.

મેહુલ ચોકસી અત્યારે ડોમિનિકાની જેલમાં કેદ છે અને ભારતીય એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.
મેહુલ ચોકસી અત્યારે ડોમિનિકાની જેલમાં કેદ છે અને ભારતીય એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

એટલું જ નહીં, ચેતને લેનોક્સને આગામી ચૂંટણીમાં મદદ માટે પણ વિશ્વાસ આપ્યો છે. અહેવાલો અનુસારે ચેતન ચોકસીએ લિંટનને મેહુલ ચોકસીના મુદ્દાને ત્યાંની પાર્લમેન્ટમાં ઉઠાવવા કહ્યું અને સાથે જ મેહુલ ચોકસીની તરફેણમાં નિવેદન આપવા કહ્યું છે. આ અંગે જાણકારો કહે છે કે ચેતન ચોકસી NV નામની એક કંપની ચલાવે છે. આ કંપની હોંગકોંગની ડિજિકો હોલ્ડિંગ્સ લિમિટેડની સહયોગી કંપની છે. આ કંપની હીરા અને અલંકારોના વેપારમાં સૌથી મોટા રિટેલર્સમાં સામેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેતન 2019માં લંડનમાં નીરવ મોદી અંગેની સુનાવણી દરમિયાન પણ કોર્ટની બહાર દેખાયા હતા.

લેનોક્સ લિંટને મેહુલ ચોકસીના મામલે તપાસની માગણી કરી
અહેવાલો અનુસાર, ડોમિનિકાની યુનાઈટેડ વર્કર્સ પાર્ટીના નેતા લેનોક્સ લિંટને મેહુલ ચોકસીના મુદ્દે તપાસની માગ કરી છે. તેમણે પોલીસ અને સરકારમાં આ મામલે સંબંધિત મંત્રીની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે.

સીબીઆઈ અને ઈડીની ટીમ ડોમિનિકા રવાના
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવાના મિશન પર સીબીઆઈ અને ઈડીની ટીમ નીકળી છે. કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટમાં બુધવારે 2 જૂનને ચોકસીને બહાર મોકલવાની અરજી પર થનારી સુનાવણી માટે આ ટીમ કોર્ટમાં હાજર રહેશે. ડોમિનિકા ગયેલી સીબીઆઈ અને ઈડી બંને જ ટીમોમાં મુંબઈ ઝોનના તપાસ અધિકારી હાજર છે. મેહુલ ચોકસીની લીગલ ટીમની અરજી પર કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટે 2 જૂન સુધી મેહુલ ચોકસીને ડોમિનિકામાંથી બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *