રેપો રેટ

રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.પ૦ ટકાનો કર્યો વધારોઃ કાર-હોમલોન થશે મોંઘી

india

આરબીઆઈ ગવર્નરે સમગ્ર વિશ્વ આર્થિક સંકટની અસરો વર્ણવીઃ

મુંબઈ તા. ૩૦ઃ ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠક પછી ફૂગાવો ઘટાડવાના ઉદ્દેશ્યથી રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.પ૦ ટકાનો વધારો કરતા તે પ.૪૦ થી વધીને પ.૯૦ ટકા થયો છે. આ કારણે હવે હોમ અને કાર લોન વગેરે ધિરાણો મોંઘા થશે અને ફ્લેક્સિબલ લોન પર ઈએમઆઈ પણ વધશે.

ભારતીય રિઝર્વ બેંકએ રેપો રેટમાં ૦.પ૦ ટકાનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ પ.૪૦ ટકાથી વધીને પ.૯૦ ટકા થઈ ગયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટી અને પર્સનલ લોન સુધીની દરેક લોન મોંઘી થઈ શકે છે અને તમારે વધુ ઈએમઆઈ ચૂકવવા પડશે.

વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે ર૮ સપ્ટેમ્બરથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી છે. ઓગસ્ટમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર ૪.૯૦ ટકાથી વધારીને પ.૪૦ ટકા કરવામાં આવ્યો હતો.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી, ત્યારપછી આરબીઆઈ એ રેપો રેટને ૪ ટકા પર સ્થિર રાખ્યો હતો, પરંતુ આરબીઆઈ એ ર અને ૩ મે ના ઈમર્જન્સી મિટિંગ બોલાવી અને રેપો રેટ ૦.૪૦ ટકાથી વધારીને ૪.૪૦ ટકા કર્યો હતો. રેપો રટમાં આ ફરફાર રર મે ર૦ર૦ પછી કરવામાં આવ્યો હતો. આ પછી ૬ થી ૮ જૂનના યોજાયેલી નાણાકીય નીતિની બેઠકમાં રેપો રટમાં ૦.પ૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ ૪.૪૦ ટકાથી વધારીને ૪.૯૦ ટકા કરવામાં આવ્યો. પછી ઓગસ્ટમાં એમાં ૦.પ૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જે પ.૪૦ ટકા પર પહોંચી ગયો હતો.

સમગ્ર વિશ્વ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તેમ જણાવી આરબીઆઈ ગવર્નરે વૈશ્વિક પ્રવાહોની દેશમાં પડી રહેલી અસરો વર્ણવી હતી.

વિશ્વભરના શેરબજારમાં ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે એમપીસીના ૬ માંથી પ સભ્ય વ્યાજદર વધારવાની તરફેણમાં હતાં, અને જણાવ્યું હતું કે, ફૂગાવો તમામ ક્ષેત્રો માટે ચિંતાનો વિષય છે.

હોમ લોનના વ્યાજદરો ર પ્રકારના હોય છે. પ્રથમ ફ્લોટર અને બીજા ફ્લેક્સિબલ. ફ્લોટરમાં તમારી લોનનો વ્યાજદર શરૃઆતથી અંત સુધી સમાન રહે છે. આના પર રેપો રેટના બદલાવનો કોઈ ફેરફાર નથી પડતો અને ફ્લેક્સિબલ વ્યાજદર પર રેપો રેટમાં ફેરફાર તમારી લોનના વ્યાજદરને પણ અસર કરે છે. તેથી જો તમે પહેલેથી જ ફ્લેક્સિબલ વ્યાજદરે લોન લીધી છે તો તમારી લોનના ઈએમઆઈ પણ વધી જશે.

આરબીઆઈ પાસે રેપો રેટના સ્વરૃપમાં ફૂગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે, જ્યારે ફૂગાવો ઘણો વધુ હોય છે ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારીને અર્થવ્યવસ્થામાં નાણાનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ વધુ રહેશે તો આરબીઆઈ તરફથી બેંકોને આપવામાં આવતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. એનાથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ ઘટશે. જો પૈસાનો પ્રવાહ ઓછો થશે તો માગ ઘટશે અને મોંઘવારી ઘટશે.

એ જ રીતે જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાનો પ્રવાહ વધારવાની જરૃર છે. આવી સ્થિતિમાં આરબીઆઈ રેપો રેટ ઘટાડી શકે છે જેને કારણે બેંકોને આરબીઆઈ પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. આ વાત તેના દ્વારા સમજીએ કે જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થીક ગિતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી ત્યારે માગમાં ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં આરબીઆઈ એ વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ વધાર્યો હતો.

રિવર્સ રેપો રેટ એ દર છે, જેના પર આબીઆઈ બેંકોને પૈસા રાખવા પર વ્યાજ ચૂકવે છે, જ્યારે આરબીઆઈ એ બજારમાંથી લિક્વિડિટીને ઘટાડવા માગે છે તો તે રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. બેંકો આરબીઆઈ પાસે તેમના હોલ્ડિંગ માટે વ્યાજ મેળવીને એનો લાભ લે છે. અર્થવ્યવસ્થામાં ઊંચા ફૂગાવા દરમિયાન આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં વધારો કરે છે. આ કારણે બેંકો પાસે ગ્રાહકોને લોન આપવા માટે ભંડોળ ઓછું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *