- દુનિયામાં 11.10 લાખથી વધુ લોકોનાં મોત, 2.97 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ
- અમેરિકામાં 83.13 લાખ લોકો સંક્રમિત, 2.23 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે
ન્યૂયોર્કમાં આગામી સપ્તાહે 25% સિટીંગ કેપેસિટી સાથે મૂવી થિયેટર ખોલવામાં આવી શકે છે. જો કે, ગવર્નર એન્ડ્ર્યૂ ક્યૂમોએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જે થિયેટર ન્યૂયોર્ક સિટીની બહાર અને જે રેડ ઝોનમાં નથઈ, તે શુક્રવારથી ફરી ખોલવામાં આવી શકે છે. થિયેટર્સમાં પ્રતિ સ્ક્રીન વધુમાં વધુ 50 લોકોને બેસવાની અનુમતિ હશે.
જ્યારે રશિયામાં 24 કલાકમાં સંક્રમણના 14922 કેસો સામે આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 13.84 લાખથી વધુ થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 24 હજાર લોકો માર્યા ગયા છે. દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3.99 કરોડથી વધુ થયો છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 97 લાખ 17 હજાર 336 થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 11.10 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે.
આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ
દેશ | સંક્રમિત | મોત | સ્વસ્થ થયા |
અમેરિકા | 83,13,754 | 2,23,951 | 54,05,946 |
ભારત | 74,86,714 | 1,13,779 | 65,87,287 |
બ્રાઝિલ | 52,05,686 | 1,53,358 | 46,19,560 |
રશિયા | 13,84,235 | 24,002 | 10,65,199 |
સ્પેન | 9,82,723 | 33,775 | ઉપલબ્ધ નથી |
આર્જેન્ટિના | 9,65,609 | 25,723 | 7,78,501 |
કોલંબિયા | 9,45,354 | 28,616 | 8,37,001 |
પેરુ | 8,62,417 | 33,648 | 7,69,077 |
મેક્સિકો | 8,41,661 | 85,704 | 6,12,216 |
ફ્રાંસ | 8,34,770 | 33,303 | 1,04,696 |
વર્ષના અંત સુધીમાં આવશે વેક્સીન
મહામારીનો સામનો કરી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું છે કે તે આવતા મહિને વેક્સીન માટે મંજૂરી માગશે. ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટ અનુસાર, અમેરિકન કંપની ફાઈઝરે કહ્યું છે કે તેઓ આગામી મહિને ટ્રમ્પ શાસન અને એફડીએની સામે વેક્સીનને અપ્રુવલ આપવાનો પ્રસ્તાવ રાખશે. કંપનીના અનુસાર, એ વાતની પૂરેપૂરી આશા છે કે આ વર્ષના અંત સુધીમાં વેક્સીન તમામ માટે ઉપલબ્ધ થઈ જશે.
જ્યારે, બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવાયું છે કે કંપની શરૂઆતમાં માત્ર ઈમર્જન્સી યુઝ માટે વેક્સીનની મંજૂરી માગવા જઈ રહી છે. એ વાતની શક્યતા ઓછી છે કે અમેરિકામાં ઈલેક્શન ડે એટલે કે 3 નવેમ્બર અગાઉ કોઈ રસી ઉપલબ્ધ થાય.
એફડીએની ગાઈડલાઈન પ્રમાણે, ફાઈનલ ટ્રાયલમાં સામેલ હેલ્થ વર્કર્સને વેક્સીન આપ્યા પછી બે મહિના સુધી દેખરેખમાં રાખવામાં આવશે. આ દરમિયાન એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે વેક્સીનની કોઈ આડઅસર તો નથીને.
ટ્રમ્પની રેલીએ મુશ્કેલી વધારી
ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને મિનેસોટામાં રેલી યોજી હતી. હવે હેલ્થ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ રેલીમાં સામેલ 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શાસને લોકોને કહ્યું છે કે જો તેઓ પણ આ રેલીમાં સામેલ થયા હતા તો વિલંબ વિના પોતાનો ટેસ્ટ કરાવે જેથી સંક્રમણ ફેલાતું રોકી શકાય. ટ્રમ્પની રેલીના બીજા દિવસે જ નવ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. તેના પછી વધુ 11 લોકોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બેલ્જિયમમાં કર્ફ્યૂ લાગશે
બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડીએ સ્પષ્ટ કર્યુ છે કે સંક્રમણના વધતા કેસોને જોઈને તેમની સરકાર લોકડાઉન અને કર્ફ્યૂ જેવા આકરા કદમ ઉઠાવવા જઈ રહી છે. શુક્રવારે બેલ્જિયમ કેબિનેટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક ઈમર્જન્સી મીટિંગ થઈ હતી. તેમાં નિર્ણય લેવાયો કે રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જો જરૂર હશે તો દેશના કેટલાક હિસ્સાઓમાં લોકડાઉન પણ કરી શકાય તેમ છે. કાફે અને રેસ્ટોરાં એક મહિના માટે બંધ કરી દેવાયા છે.

એર ઈન્ડિયાની મુશ્કેલી
હોંગકોંગે 17થી 30 ઓક્ટોબર સુધી એર ઈન્ડિયા અને વિસ્તારાની ફ્લાઈટ્સ રદ કરી છે. બંને ફ્લાઈટ્સમાં સંક્રમિત મુસાફરો મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે. આવું ત્રીજી વાર બન્યું છે જ્યારે હોંગકોંગની સરકારે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અગાઉ 20 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી અને 18થી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.
જો કે, કોરોના વાયરસના સમયમાં વિસ્તારાની ફ્લાઈટ પ્રથમવાર રદ કરાઈ છે. જુલાઈમાં ત્યાંની સરકારે જારી કરેલા નિયમો અનુસાર, ભારતથી મુસાફરો માત્ર ત્યારે જ ત્યાં જઈ શકે છે જ્યારે તેમની પાસે મુસાફરીના 72 કલાક અગાઉ કરાયેલા ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય.