- કોમ્પ્યુટર ટેક્નોલોજી ફાઉન્ડેશન દ્વારા “ડિસ્ટન્સ એજ્યુકેશન અને નવી એજ્યુકેશન પોલિસી” પર અમદાવાદ હયાત રેસિડન્સી ખાતે વર્કશોપ યોજાયો
- હવે અધુરૂ ભણતર છોડી ચૂકેલા વિધાર્થીઓ તેઓ જેટલું ભણ્યા છે તેની ક્રેડિટ ટ્રાન્સફર કરી કારકિર્દી બનાવી શકશે
કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા “ડિસ્ટન્સ એજ્યુકેશન અને નવી એજ્યુકેશન પોલિસી” વિષય અન્વયે સમગ્ર ગુજરાતના અગ્રણી શિક્ષણવિદો સાથે દિલ્હીથી પધારેલ મુખ્ય અતિથિ શ્રી પવનકુમાર સિંઘલ તથા શ્રી હેમાંગ રાવલની અધ્યક્ષતામાં વર્કશોપ યોજવામાં આવ્યો.
આ બેઠકને સંબોધન કરતા શ્રી પવનકુમાર સિંઘલે જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી તથા NACC “A” ગ્રેડ ધરાવતી સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી (SVSU) સહિત જૂજ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા દેશના વિધાર્થીઓ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર ડિગ્રીના કોર્સ કરી રહ્યા છે.
સુભારતી યુનિવર્સિટીમાં BA, BA Journalism & Mass Communication, B.com, BBA, MBA, M.com, MA, MA Buddhist Studies/Education/Public Administration/Home Science/Journalism & Mass Communication, MA Journalism & Mass Communication અને અન્ય કારકીર્દિલક્ષી અન્ય કોર્સ થાય છે. સમગ્ર ભારતના વિધાર્થીઓ કોર્સમાં એડમિશન લઈ ઓનલાઈન સ્ટડી મટીરીયલ અને ઓનલાઈન પરીક્ષા દ્વારા પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. આ UGC માન્ય અભ્યાસક્રમમાં ઉંમરનો કોઈ બાધ નથી અને ભારત દેશના કોઈપણ નાગરિક ઘેર બેઠા/નોકરીની સાથે બેચલર અથવા માસ્ટર ડીગ્રી મેળવી શકે છે.
કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું કે, “જે વિદ્યાર્થીઓએ પોતાનું પહેલું વર્ષ કોઈ પણ યુનિવર્સિટીમાં કરેલું હોય અને ત્યાર બાદ ભણતર છૂટી ગયું હોય, બીજા વર્ષમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓએ સુભારતી યુનિવર્સિટીમાં સીધાં જ બીજા વર્ષથી એડમિશન લઈ ક્રેડિટ ટ્રાન્સફર દ્વારા પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લેટ કરી શકશે.”
સમગ્ર ગુજરાતમાં સેવા આપતા કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન અને તેની પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતના દરેક વિધાર્થીઓ માટે કાઉન્સિલિંગ કરી ડિસ્ટન્સ એડમિશન અને ઓનલાઈન એક્ઝામમાં 100% સફળતા માટે મફત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તથા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધાર્થીઓ માટે સ્કોલરશીપ ડ્રાઇવનું આયોજન કરવા માટે વર્કશોપમાં ગુજરાતના વિધાર્થીઓના હિતમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.