ક્રોએશિયામાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ છે. હવામાન વિભાગ મુજબ રાજધાની જગરેબથી 46 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તેનું કેન્દ્ર હતું. ભૂકંપથી ઈમારતોને ઘણું જ નુકસાન થયું છે. આ વિસ્તારમાં સોમવારે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
લાઈવ ટેલીકાસ્ટમાં જોવા મળ્યો ભૂકંપનો ડર
જગરબમાં આવેલા ભૂકંપના આંચકા સમગ્ર ક્રોએશિયામાં અનુભવાયા છે. આ ઉપરાંત પાડોશી દેશ સ્લોવાનિયા, સર્બિયા, બોસ્નિયામાં પણ આંચકા અનુભવાયા છે. ક્રોએશિયાનો ક્રસ્કો ન્યૂક્લિયર પ્લાન્ટ સુરક્ષાની દ્રષ્ટીએ બંધ કરી દેવાયો છે. પેન્ટ્રિજા શહેરમાં અનેક ઘર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે. બચાવ માટે અહીં સેના તહેનાત કરવામાં આવી છે.


