- ફાયરબ્રિગેડની ટીમની બેથી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી
શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પાંચ જેટલી લકઝરી બસ બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે બે લકઝરી અને એક કારને થોડું નુકસાન થયું હતું.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, મોડી રાતે 3.40 આસપાસ કોલ મળ્યો હતો કે ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી છે, જેથી ફાયરફાઇટર સહિત ટીમો રવાના થઈ હતી. પાર્ક કરેલી 7 જેટલી લકઝરી આગના લપેટામાં આવી ગઈ હતી, જેમાં પાંચ લકઝરી આખી બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. નજરે જોનારી વ્યક્તિએ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોડી રાતે નાનો દીકરો જાગ્યો ત્યારે બારીમાંથી મોટો પ્રકાશ જોયો તો કોટની પાછળ પડેલી લકઝરી બસોમાં આગ લાગી હતી, જેથી ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.