ચીન જે હસ્તીઓની જાસૂસી કરી રહ્યું છે એમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને પંજાબના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે.

ચીનની જાસૂસી:મોદી, કોવિંદ અને સોનિયા સહિત ભારતનાં 10 હજારથી વધુ લોકો અને સંસ્થાઓ પર ચીનની નજર, ડેટા કંપનીઓ દરેક પ્રકારની નાની-મોટી માહિતી એકત્રિત કરી રહી છે

india
  • ચીનની રાજનાથ સિંહ, બિપિન રાવત, રતન ટાટા અને સચિન તેન્દુલકર પર નજર
  • અંગ્રેજી ન્યૂઝપેપર ઈન્ડિયન એક્સપ્રેસે 2 મહિનાની તપાસ પછી આ ખુલાસો કર્યો

ચીન સરકાર સાથે જોડાયેલી એક મોટી ડેટા કંપની 10 હજારથી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમનો પરિવાર, ઘણા કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. જ્યુડિશિયરી, બિઝનેસ, સ્પોર્ટ્સ, મીડિયા, કલ્ચર એન્ડ રિલિજનથી લઈને તમામ ક્ષેત્રોના લોકો પર ચીનની નજર છે. આ સિવાય અપરાધિક મામલાઓના આરોપીઓ પર પણ ચીનની નજર છે. આ અંગેનો ખુલાસો અંગ્રેજી ન્યૂઝપેપર ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં થયો છે.

એક ન્યૂઝપેપરના રિપોર્ટમાં થયો ખુલાસો
રિપોર્ટ મુજબ, ચીનના શેનઝોન શહેરની ઝોન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ભારતીયોના રિયલ ટાઈમનું મોનિટરિંગ કરી રહી છે. તેના નિશાન પર ભારતનાં જે લોકો અને સંગઠનો છે તેમની દરેક નાની-મોટી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેેસે 2 મહિના સુધી મોટા ડેટા ટુલ્સનો ઉપયોગ કરીને ઝેન્હુઆના મેટા ડેટાની ચકાસણીના આધારે આ ખુલાસો કર્યો છે.

ચીનની નજરમાં છે આ મોટા લોકો
નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
જેપી નડ્ડા, ભાજપ-અધ્યક્ષ
સોનિયા ગાંધી, કોંગ્રેસ-અધ્યક્ષ
મનમોહન સિંહ, પૂર્વ વડા પ્રધાન
રાહુલ ગાંધી, કોંગ્રેસ-અધ્યક્ષ
પ્રિયંકા ગાંધી, કોંગ્રેસનેતા
બિપિન રાવત, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
એસ. એ. બોબડે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
જી. સી. મુર્મુ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)
અમિતાભ કાંત, નીતિ આયોગના સીઈઓ
રતન ટાટા, ચેરમેન(અમેરિટસ), ટાટા ગ્રુપ
ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રુપ
સચિન તેન્દુલકર, ક્રિકેટર
શ્યામ બેનેગલ, ફિલ્મ-ડાયરેક્ટર

8 કેન્દ્રીય મંત્રી
રાજનાથ સિંહ
નિર્મલા સીતારમણ
રવિશંકર પ્રસાદ
પીયૂષ ગોયલ
સ્મૃતિ ઈરાની
વી.કે. સિંહ
કિરણ રિજિજુ
રમેશ પોખરિયાલ નિશંક

5 મુખ્યમંત્રી
શિવરાજ સિંહ ચૌહાણ, મુખ્યમંત્રી, મધ્યપ્રદેશ
અશોક ગેહલોત, મુખ્યમંત્રી, રાજસ્થાન
ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર
અમરિંદર સિંહ, મુખ્યમંત્રી, પંજાબ
મમતા બેનર્જી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ

7 પૂર્વ મુખ્યમંત્રી
રમન સિંહ, છત્તીસગઢ
અશોક ચૌહાણ, મહારાષ્ટ્ર
કે સિદ્ધારમૈયા, કર્ણાટક
હરીશ રાવત, ઉત્તરાખંડ
લાલુ પ્રસાદ યાદવ, બિહાર
ભૂપિંદર સિંહ હડ્ડા, હરિયાણા
બાબુલાલ મરાંડી, ઝારખંડ

નેતાઓના પરિવારો પર પણ નજર
સવિતા કોવિંદ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં પત્ની
ગુરુશરણ કૌર, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનાં પત્ની
જુબિન ઈરાની, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પતિ
સુખબીર સિંહ બાદલ, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરનાં પત્ની
ડિમ્પલ યાદવ, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનાં પત્ની

ત્રણે સેનાના 15 પૂર્વ પ્રમુખોનું ટ્રેકિંગ
રિપોર્ટના જણાવ્યા મુજબ, ચીનના શેનઝોન શહેરની ઝોન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ભારતીયોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહી છે. તેના નિશાન પર ભારતનાં જે લોકો અને સંગઠનો છે તેમની દરેક નાની-મોટી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસે 2 મહિના સુધી ડેટા ટુલ્સનો ઉપયોગ કરીને ઝોન્હુઆના મેટા ડેટાની તપાસના આધારે આ અંગેનો ખુલાસો કર્યો છે. એ મુજબ ત્રણે સેનાના 15 પૂર્વ પ્રમુખો, 250 બ્યુરોક્રેટ અને ડિપ્લોમેટ્સનું પણ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *