ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા શશીકાંતભાઈ પ્રજાપતિ શહેરમાં શહેરની એમ એન્ડ એમ મહેતા હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ તેઓ નિવૃત્ત થયા હતા. તેઓને સંતાનમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હતો. જેમાં પુત્રનું પંદર વર્ષ અગાઉ બીમારીને કારણે નિધન થયું હતું.
જ્યારે તેઓની ત્રણ દીકરીઓ નામે અલકાબેન, છાયા બેન અને અંજુબેન તેઓના થોડા સમય અગાઉ લગ્ન થયા હતા, ત્યારે શશીકાંત ભાઈની અંતિમ ઇચ્છા એવી હતી કે તેઓને નિધન બાદ તેઓની દીકરીઓ દ્વારા જ કાંધ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવે અને શશીકાંતભાઈ કાનજીભાઈ પ્રજાપતિનું નિધન થતા તેઓની અંતિમ ઇચ્છા મુજબ તેઓની ત્રણ દીકરીઓ દ્વારા તેઓને ખાંધ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, આમ પુત્ર સમાન ત્રણ દીકરીઓ દ્વારા પિતાના અંતિમ સંસ્કાર કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો.