પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવવધારાનું વલણ યથાવત્ રહ્યું છે. આજે ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂપિયા 6.45નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 76.98 થયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસાનો વધારો જાહેર થયો છે. CNGમાં ભાવ વધારો 6, એપ્રિલની મધ્ય રાત્રીથી જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે છ વાગ્યાથી અમલી બનશે. આ સાથે પેટ્રોલ બાદ હવે ટૂંક સમયમાં ડીઝલના ભાવ પણ રૂપિયા 100ની સપાટીને કુદાવી દે તેવી પ્રબળ સંભાવના છે.
સતત ભાવ વધતાં પેટ્રોલ રૂપિયા 105ને પાર થયું
પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 105 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.
ગુજરાતનાં ચાર મહાનગરમાં પેટ્રોલના ભાવ (રૂપિયામાં)
તારીખ | અમદાવાદ | રાજકોટ | સુરત | વડોદરા |
22 માર્ચ | 95.91 | 95.67 | 95.78 | 95.57 |
23 માર્ચ | 96.71 | 96.47 | 96.58 | 96.37 |
24 માર્ચ | 96.71 | 96.47 | 96.58 | 96.37 |
25 માર્ચ | 97.50 | 97.26 | 97.38 | 97.96 |
26 માર્ચ | 98.29 | 98.06 | 98.17 | 97.96 |
27 માર્ચ | 98.79 | 98.55 | 98.67 | 98.46 |
28 માર્ચ | 99.09 | 98.85 | 98.97 | 98.76 |
29 માર્ચ | 99.88 | 99.65 | 99.76 | 99.55 |
30 માર્ચ | 100.68 | 100.45 | 100.56 | 100.35 |
31 માર્ચ | 101.48 | 101.24 | 101.35 | 101.14 |
02 એપ્રિલ | 102.27 | 102.03 | 102.14 | 101.92 |
03 એપ્રિલ | 103.07 | 102.83 | 102.94 | 102.72 |
04 એપ્રિલ | 103.47 | 103.23 | 103.34 | 103.12 |
05 એપ્રિલ | 104.26 | 104.02 | 104.13 | 103.91 |
06 એપ્રિલ | 105.06 | 104.82 | 104.93 | 104.71 |
ગુજરાતનાં ચાર મહાનગરમાં ડીઝલના ભાવ (રૂપિયામાં)
તારીખ | અમદાવાદ | રાજકોટ | સુરત | વડોદરા |
22 માર્ચ | 89.95 | 89.72 | 89.84 | 89.61 |
23 માર્ચ | 90.77 | 90.54 | 90.66 | 90.43 |
24 માર્ચ | 90.77 | 90.54 | 90.66 | 90.43 |
25 માર્ચ | 91.59 | 91.37 | 91.48 | 91.25 |
26 માર્ચ | 92.41 | 92.19 | 92.31 | 92.08 |
27 માર્ચ | 92.98 | 92.76 | 92.87 | 92.64 |
28 માર્ચ | 93.34 | 93.12 | 93.23 | 93 |
29 માર્ચ | 94.06 | 93.84 | 93.95 | 93.72 |
30 માર્ચ | 94.88 | 94.66 | 94.77 | 94.54 |
31 માર્ચ | 95.70 | 95.48 | 95.60 | 95.37 |
02 એપ્રિલ | 96.53 | 96.31 | 96.43 | 96.20 |
03 એપ્રિલ | 97.35 | 97.13 | 97.25 | 97.02 |
04 એપ્રિલ | 97.76 | 97.54 | 97.66 | 97.43 |
05 એપ્રિલ | 98.58 | 98.36 | 98.48 | 98.25 |
06 એપ્રિલ | 99.40 | 99.18 | 99.30 | 99.07 |
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી.