રાષ્ટ્રપતિની મુલાકાત: દીવને દુલ્હનની જેમ શણગારાયું, પણ થર્ટીફર્સ્ટ માટે નહીં!, આ વર્ષે હોટલોમાં પાર્ટી કે કોઈ ઉજવણી નહીં થાય

Gujarat

18 ડિસેમ્બરથી દીવમાં પ્રવાસીઓનો પ્રવાહ જોવા મળે છે. પરંતુ કોવિડના કારણે પ્રવાસીનો જોઇએ એવો ધસારો જોવા મળ્યો નથી. વધુમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દીવમાં હોઇ હોટલોમાં બુકિંગ થયું નથી. તંત્રની તાકીદના કારણે હોટલોમાં હાલ બુકિંંગ થયા નથી. રાષ્ટ્રપતિ પરત ગયા બાદ બુકિંગ શરૂ થશે. ગત વર્ષની જેમ આ વર્ષે હોટલોમાં થર્ટીફર્સ્ટની ઉજવણી થશે નહીં. પરંતુ સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિની વિદાય પછી જ થશે. હોટલોમાં પણ હાલ નહીંવત બુકિંગ છે. હાલ રાષ્ટ્રપતિના કાર્યક્રમને કારણે દીવ તંત્રઅે શણગાર્યું છે.

ખુકરી સ્મારકનું રાષ્ટ્રપતિ કોવિંદે ઉદઘાટન કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે ખુકરી મેમોરિયલનું ઉદ્ધઘાટન કર્યું હતું. દીવના અરબી સમુદ્રમાં દીવથી 140 નોટિકલ માઈલ દૂર 1971માં ભારત-પાકિસ્તાનनुं વચ્ચે યુદ્ધ થયું હતું. જેમા લડાઈ માટે INS ખુકરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુદ્ધ દરમ્યાન 194 જવાનોએ જળ સમાધિ લીધી હતી. તેવા ખુકરી મેમોરિયલનું ઉદઘાટન કરાયું હતું. સાથોસાથ દીવ શહેરને સુંદર લાઈટિંગથી શણગારવામાં આવ્યું જેનો આકાશી નજારો ડ્રોન કેમેરાની આ તસવીરમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *