isro launch of risat-2br1 through pslv-c48 from satish dhawan space center

5 દેશોના 10 સેટેલાઈટનું લોન્ચિંગ આજે, ભારતનું રિસેટ- 2BR1 અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે

india
  • પીએસએલવી-સી48 રોકેટથી આ લોન્ચિંગ આજે બપોરે 3.25 વાગે કરવામાં આવશે
  • રિસેટ- 2BR1થી રડાર ઈમેજિંગ ઘણી સારી હશે, વાયુસેના માટે મદદગાર

શ્રીહરીકોટા: ભારતીય સંસ્થા ઈસરો આજે બપોરે 3.25 વાગે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કરશે. આ લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવશે. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે.

35 સેમી દૂર આવેલા બે ઓબ્જેક્ટને ઓળખી શકશે
રિસેટ- 2BR1 પાંચ વર્ષ સુધી કામ કરશે. આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થઈ જશે. તેમાં 0.35 મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે 35 સેન્ટીમીટર દૂર આવેલા બે જુદા-જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકશે. તે એલઓસી વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ધૂસણખોરી ઉપર પણ નજર રાખશે. તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે. તેનું વજન 628 કિલોગ્રામ છે. તે લોન્ચિંગની 17મી મિનટમાં જ જમીનથી 578 કિલમી દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ જશે.

સુરક્ષા એજન્સીઓને 4 રિસેટની જરૂર
ઈસરો રિસેટ સીરિઝના આગામી ઉપગ્રહ રિસેટ- 2BR2નું લોન્ચિંગ પણ આ મહિને જ કરવામાં આવશે. ત્યારપછી વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જોકે તેની તારીખ હજુ નક્કી નથી થઈ. સુરક્ષા એજન્સીઓને એક જ દિવસે કોઈ એક જ જગ્યાએ સતત નજર રાખવા માટે અંતરિક્ષમાં ઓછામાં ઓછા ચાર રિસેટની જરૂર છે. કોઈ એન્કાઉન્ટર અથવા ઘૂસણખોરી સમયે આ ચારેય સેટેલાઈટ ખૂબ ઉપયોગી સાબીત થશે. 6 માર્ચ સુધી ઈસરોના 13 મિશન સતત લાઈનમાં છે. તેમાંથી 6 મોટા વ્હિકલ મિશન છે, જ્યારે 7 સેટેલાઈટ મિશન છે.

બાકી 9 સેટેલાઈટમાં 3 નેનો

દેશસેટેલાઈટ
અમેરિકા6
જાપાન1 (નેનો)
ઈટલી1 (નેનો)
ઈઝરાયલ1 (નેનો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *