મનાલી-લેહ હાઇવે પર સેંકડોની સંખ્યામાં સૈન્યનાં વાહનોનો કાફલો ચીનની સરહદ તરફ જઈ રહ્યો છે. લદાખમાં ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ સરહદે જવાનો તહેનાત કર્યા છે.
શિયાળાને ધ્યાનમાં લઈ જવાનો માટે રેશન, હિટર, ગરમ કપડાં વગેરે પહોંચાડવા દિવસ-રાત વાહનો જઈ રહ્યાં છે. એવું મનાય છે કે ચીન સરહદે કંઈ મોટું થવા જઈ રહ્યું છે. જોકે આર્મી તરફથી આ અંગે ચુપકીદી સેવાઈ રહી છે. સ્થાનિક લોકો પણ પહેલીવાર આટલા મોટા પ્રમાણમાં વાહનોનો કાફલો સરહદ તરફ જઈ રહેલો જોઈ રહ્યા છે. સ્થાનિકો પણ એવું કહે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક મોટું થાય તો નવાઈ લાગવી જોઈએ નહીં.