- જુલાઈ 2019માં જયપુરમાં થયેલા દુષ્કર્મના આ મામલામાં આરોપી જીવાણુ જેલમાં છે, બાળકની પરિવારને ફાંસીની સજાની રાહ
- ઘરથી 50 પગલાં જ દૂર એક દુકાન પર ટોફી લેવા ગઈ હતી બાળકી, જ્યારે એક સાઇકો રેપિસ્ટ તેને પપ્પાનો મિત્ર છું તેમ કહીને બાઈક પર બેસાડીને લઈ ગયો
રુંવાડા ઊભા કરી દેનારી આ વાત છે જયપુરના શાસ્ત્રી નગરમાં રહેતી સાત વર્ષની માસૂમ બાળકીની છે, જે એકલી જ ઘરથી લગભગ 50 ડગલાં દૂર એક દુકાનમાં ટોફી લેવા ગઈ હતી. જ્યારે તે માસૂમ પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે એક સાઈકો રેપિસ્ટે તેને પપ્પાનો મિત્ર છું તેમ જણાવીને પોતાની સાથે બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. જે બાદ એક નાળામાં લઈ જઈને નરાધમે બાળકીના કપડાં ઉતાર્યા. જ્યારે બાળકી રડવા લાગી તો તેને ઉઠાવીને વારંવાર પથ્થરો પર પટકી. જે બાદ પણ બાળકી ચૂપ ન થઈ તો તેનું ગળું દબાવ્યું. બાળકીના આંસુ અને ચીસથી પણ તે નરાધમનું હ્રદય ન પીગળ્યું.
તેને બાળકી સાથે દુષ્કર્મ કર્યુ અને તેના શરીરને ફાડી ખાધું. જે પછી લોહીથી લથપથ તે બાળકીને બાઈક પર બેસાડી અને તેના ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર એક પાર્કમાં ઝાડ નીચે ફેંકીને ભાગી ગયો.
દુષ્કર્મની આ ઘટના 1 જુલાઈ, 2019ની સાંજે લગભગ 7.30 વાગ્યે થઈ. આ કેસમાં બાળકીને હજુ ન્યાય મળવાનો બાકી છે. કોર્ટમાં ચાલતા કેસમાં તારીખ, રજૂઆત અને પુરાવાઓની વચ્ચે આ બાળકીને શરીર પર ઉઝરડા ભલે જ ઠીક થઈ ગયા હોય, પરંતુ તેના મનમાં દુષ્કર્મના દર્દની ઘણી જ ખરાબ છાપ છોડી ગઈ છે. આજે પણ આ માસૂમ બાળકી રાત્રે ગમે ત્યારે ઊઠીને રડવા લાગે છે, બૂમો-ચીસો પાડવા લાગે છે.
પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની જે બાળકી એક સમયે પોતાના ભાઈ-બહેનો સાથે એક રૂમમાં સુતી હતી, તે આજે પોતાની માં વગર રહી જ નથી શકતી. તેની સાથે જ્યારથી આ દુષ્કર્મની ઘટના ઘટી, ત્યારથી તે પોતાની માંની પાસે એક અલગ જ રૂમમાં સુવે છે.

બાળકીના પિતા કહે છે કે, “હું લાખો પ્રયત્ન કરું છું. મારી બાળકીને જે પણ માગે છે, હું તે તેને કોઈ પણ સ્થિતિમાં લાવીને આપુ છું. હું ઈચ્છું છું કે મારી બાળકી તે ક્રુર ઘટનાને ભૂલી જાય, પરંતુ તે ભૂલી જ નથી શકતી. પૂછવા પર જણાવે છે કે પપ્પા, મને તે જ બધું સામે દેખાય છે, મને ઉઠાવી ઉઠાવીને પથ્થરો પર પછાડવી. ખરાબ રીતે થપ્પડો મારવી. ગળું દબાવવું. આ પ્રકારની ક્રુરતા જ યાદ આવે છે. વારંવાર આ માસૂમ બાળકીના મગજમાં દુષ્કર્મના હેવાન જીવાણુનો ચહેરો સામે આવે છે.”
“હું મારી દીકરીને એકલો નથી છોડતો, હાલ સ્કૂલ બંધ છે. ઉર્દૂ, અરબીનો અભ્યાસ થયા છે તો હું તેને બહાર ક્યાંય એકલો ભણવા માટે નથી મોકલતો. હું તેને મારી સાથે મસ્જિદ લઈને જઉં છું. રાત્રે લગભગ 8.30 વાગ્યે સાથે જ ઘરે પરત લઈને આવું છું. રસ્તામાં તે જે કંઈ પણ માગે છે, તે પછી 100 રૂપિયાની હોય કે 500 રૂપિયાની, હું તેને આશ્વાસન આપુ છું. બસ તે જ આશા સાથે કે તેના મગજમાંથી તે દર્દનાક વાત નીકળી જાય.”
બાળકી કોર્ટમાંથી પરત આવીએ એટલે પૂછે છે- પપ્પા આજે શું થયું, તેને સજા મળી શું
બાળકીના પિતા રુંધાયેલા અવાજે કહે છે- આજે પણ હું જ્યારે નિર્ધારીત તારીખ બાદ કોર્ટમાંથી પરત ફરુ છું તો બાળકી દોડીને મારી પાસે આવે છે. પછી મને પૂછવા લાગે છે કે પપ્પા આજે શું થયું? તેને સજા મળી શું?
આજે પણ બાળકીના પિતાની પાસે તેમનો કેસ લડતા વકીલ સાહેબનો ફોન આવ્યો તો વાતચીત સાંભળીને આવી ગઈ. પુછવા લાગી- પપ્પા કોનો ફોન હતો? પિતાએ કહ્યું, બેટા વકીલ સાહેબનો ફોન હતો. તો પછી સવાલ પૂછ્યો કે શું કહી રહ્યાં હતા તેઓ? પિતાએ કહ્યું કે 15 ઓક્ટોબરની તારીખ છે. સવારે 10 વાગ્યે કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે.
પિતા કહે છે- હું મારી દીકરીને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની તમામ જાણકારી આપુ છું. તેને હિંમત આપુ છું કે દીકરી તેને સજા જરૂરથી મળશે. કાયદા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. તેને ફાંસીની સજા આપવામાં આવશે. મને કાયદા પર ભરોસો છે કે ચુકાદો મારી બાળકીની તરફેણમાં જ આવશે.
પિતા જણાવે છે કે જ્યારે તે જીવાણીની ધરપકડ બાદ તેની ઓળખ પરેડ માટે જેલમાં ગયા ત્યારે તેને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યો હતો. એક મહિલા પોલીસ અધિકારી તેની દીકરીને લઈને જેલના એક રૂમમાં લઈને ગઈ. ત્યારે બાળકીએ મોઢું ઢાંકી રાખ્યું હતું. જ્યાં લગભગ 15-20 લોકોને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેની વચ્ચે જીવાણુ પણ હાજર હતો. મેજીસ્ટ્રેટ સમક્ષ ચાલી રહેલી ઓળખ પરેડમાં બાળકીએ જોતાની સાથે જ જીવાણુને ઓળખી બતાવતા કહ્યું હતું કે, આ તે જ છે જેને ખોટું કામ કર્યુ હતું.

લોકડાઉનથી પહેલાં 36 સાક્ષીઓના નિવેદનો પૂરાં થયા, હવે 15 ઓક્ટોબરે ફરી સુનાવણી હાથ ધરાશે
શાસ્ત્રીનગર વિસ્તારમાં ગત વર્ષે બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મના આરોપી સિકંદર ઉર્ફે જીવાણુ ઉર્ફે જાવેદ વિરૂદ્ધ કેસમાં મહાનગરની પોસ્કો બાબતોની વિશેષ કોર્ટ-6માં સાક્ષીઓના નિવેદનો માર્ચમાં લેવાય ગયા હતા. વિશેષ લોક અભિયોજક મહાવીરસિંહ કિશનાવતે જણાવ્યું કે આ કેસમાં 36 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે.
આ મામલે પોલીસે જીવાણુ વિરૂદ્ધ 31 જુલાઈ, 2019નાં રોજ અપહરણ, મારપીટ, દુષ્કર્મ, કુકર્મ તેમજ પોસ્કો એક્ટસહિત આર્મ્સ એક્ટ લગાડવામાં આવ્યો છે. પોલીસે જીવાણુને 7 જુલાઈનાં રોજ કોટાથી પકડ્યો હતો. 22 માર્ચે લોકડાઉનના કારણે કોર્ટની કાર્યવાહી બંધ હતી, ત્યારે હવે 15 ઓક્ટોબરે ફરીથી સાક્ષીઓના નિવેદન લેવાનું કામ શરૂ થશે. સંપૂર્ણ પ્રયાસ છે કે ટૂંક સમયમાં જ જીવાણુને કડકમાં કડક સજા સંભળાવવામાં આવશે.

પથ્થરમારામાં લગભગ 100 વાહનોના કાચ તોડવામાં આવ્યા, પાંચ દિવસ સુધી 13 જેટલાં પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ હતી
બાળકી સાથેના દુષ્કર્મની ઘટના પછી ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. પોલીસને 2 જુલાઈથી 6 જુલાઈ સુધી 13 જેટલાં પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાવવી પડી હતી. આ ઘટનાના 8 દિવસ પહેલાં 22 જુલાઈએ પણ આ જ વિસ્તારની 4 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ થયું હતું. બંને ઘટનાઓને પગલે તણાવ વધી ગયો હતો.
ઘટનાથી રોષે ભરાયેલાં સેંકડો લોકોએ રાત્રે કાંવટિયા સર્કલ પર પ્રદર્શન કર્યુ હતું. જે બાદ ઘરે પરત ફરતાં પ્રદર્શનકારીઓમાં હાજર કેટલાંક ઉપદ્રવી યુવકોએ આજુબાજુની કોલોનીઓમાં રસ્તા પર ઉભેલી લગભગ 100 વાહનોના કાચ તોડી નાખ્યા હતા. તોડફોડના સમયે કોલોનીના લોકો ઘરની બહાર નીકળ્યા તો, તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી. જેનાથી વિસ્તારમાં તણાવ ઊભો થયો અને સમગ્ર કેસ બે જાતિના વચ્ચેનો લોકો બની ગયો. આ વાતને સાંપ્રદાયિક રંગ આપવાનો પણ પ્રયાસ કરાયો.