અહીં કોરોનાએ વધારી ચિંતાઃ 24 કલાકમાં 51 દર્દીના મોત અને 6842 નવા કેસ, સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, ત્રીજી વેવ શરૂ થઈ

india

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે. અહીં 24 કલાકમાં 51 દર્દીના મોત થયા છે અને 6842 નવા કેસ આવતાં તંત્ર ચિંતામાં છે. પોઝિટિવ રેટમાં વધારો થવાની સાથે વાયુ પ્રદૂષણના કારણે મહામારીનો ખતરો વધી રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી વેવ શરૂ થઈ ચૂકી છે.

કોરોનાની ત્રીજી લહેર થઈ શરૂઃ સત્યેન્દ્ર જૈન

દિલ્હીમાં સતત વધી રહેલા કેસને લઈને દિલ્હી સરકારના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે તેનું કારણ દિલ્હીમાં થતું વધારેને વધારે ટેસ્ટિંગ છે. પરિવારમાં 1 વ્યક્તિ પોઝિટિવ હોય છે તો તમામ નજીકના કોન્ટેક્ટ્સનો ટેસ્ટ કરાય છે. ભલે તેમાં કોઈ લક્ષણ ન હોય. મંત્રીએ માન્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી વેવ શરૂ થઈ છે. તેના કારણે કેસ સતત વધી રહ્યા છે. 

દર્દીઓમાં જોવા મળે છે આ સમસ્યાઓ

શ્વાસ લેતી સમયે આ કણોને રોકવા શરીરમાં કોઈ સિસ્ટમ નથી. એમાં પણ પીએમ 2.5 ફેફસામાં પહોંચે છે. પીએમ 2.5 બાળકો અને વૃદ્ધો માટે નુકસાન કરે છે. તેનાથી આંખ, ગળા અને ફેફસાની તકલીફ વધે છે. ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. 

શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ

પ્રદૂષણની સમસ્યાને માપવા એર ક્વોલિટી ઈન્ડેક્સ બનાવાયો છે. તે બતાવે છે કે હવામાં પીએમ 2.5, PM10, PM2.5, સલ્ફર ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ સહિત 8 પ્રદૂષણનું પ્રમાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નક્કી કરાયેલા માપદંડના આધારે છે કે નહીં. તેમાં 0-50ની વચ્ચે સારું. 51-100ની વચ્ચે સંતોષકારક અને 101-200 સુધી સામાન્ય અને 201-300 સુધી ખરાબ અને 400 પછી વધારે ખરાબ ગણાય છે તો 401-500ને ગંભીર માનવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *