ભરૂચ-દેહજ હાઈવે પર ટાયરો સળગાવાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા જ્યારે દહેગામમાં પૂર્વ ધારાસભ્યની અટકાયત કરાઈ

ભારત બંધની અસર ગુજરાત: વડોદરા નેશનલ હાઈવે, સાણંદ અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત

Gujarat
  • ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાય તેવી જાહેરાત , 9 વાગવા છતાં યાર્ડમાં એક પણ દુકાનો ખુલ્લી નથી

આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે, આ સિવાય રાજકોટના મહિલા કોગ્રેસ પ્રમુખની અટકાયત કરાઈ છે.

ભારત બંધ ગુજરાત અપડેટ:

  • ભારત બંધના અગાઉની રાતે ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની અટકાયત બાદ LCBએ લઈ જવાયા
  • રાતે જ ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત
  • સાણંદમાં સવારે 7 વાગ્યે માળીયા અમદાવાદ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ કરનારાને પોલીસે ડિટેઈન કર્યા
  • ભરૂચ અને દહેજને જોડતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા તત્વો દ્વારા ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, ટ્રાફિકજામ થયો
  • વડોદરા નજીક નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઇવે પર કોંગ્રેસે ટાયર સળગાવીને વિરોધ કર્યો
  • ભરૂચના વડદલા APMC શાક માર્કેટ ધમધમતું, મહમદપુરા APMCની 500થી 700 દુકાનોના વેપારીઓએ બંધ પાળ્યું
  • દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ
  • ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાવા જાહેરાત છતાં 9 વાગ્યે યાર્ડમાં એકેય દુકાન ખુલ્લી નથી
  • ભરૂચના સરભાણ મુકામે ભારત બંધ એલાનને ખેડૂતોના સમર્થનમાં દુકાનદારો તથા વેપારીઓએ સંપૂર્ણ બંધ માટે સમર્થન કરેલા
  • ગોંડલ શહેરમાં જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, NH પર ચુસ્ત બંદોબસ્ત
  • રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબાવાળા સહિત 5થી 7 મહિલાની કરી અટકાયત
  • રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળતા ગાયત્રીબાની અટકાયત
  • સંતરામપુરમાં પૂર્વ ધારાસભ્ય જી એમ ડામોરને તેમના નિવાસે પોલીસે નજરકેદ કર્યા
નેશનલ હાઈવે પર ટાયરો સળગાવીને વાહનવ્યવહાર ખોરવવા પ્રયાસ કરાયો હતો
નેશનલ હાઈવે પર ટાયરો સળગાવીને વાહનવ્યવહાર ખોરવવા પ્રયાસ કરાયો હતો

વડોદરામાં ખેડૂતોના બંધના સમર્થનમાં કોંગ્રેસનું પ્રદર્શન
ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

ખેડૂતોને મનાવવા પાટીલની કવાયત મંત્રી, ધારાસભ્યો, સાંસદોને દોડાવ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થોની ચૂંટણીઓ ફેબ્રુઆરી માસમાં યોજાઇ શકે છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની યાદી બનાવવા કામે લાગી ગઇ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ખેડૂતો માટેની વિવિધ બજેટ યોજનાઓ તથા તેમને મળવાપાત્ર વળતર ઉપરાંત અન્ય જાહેરાતો હવે ટૂંક સમયમાં થવા લાગશે. આ સાથે હવે ભાજપ પ્રમુખ સી આર પાટીલે તાબડતોબ બેઠકો કરીને રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. સોમવારે પણ પાટીલે ભાજપના વિવિધ કિસાન નેતાઓ સાથે કોન્ફરન્સ કરી ખેડૂત આંદોલનને ગુજરાતમાં નિષ્ફળ બનાવવા યોજના બનાવી હતી.

રાજ્યમાં ભારત બંધની અસર જોવા મળી હતી કેટલીક જગ્યાએ આગજની થઈ હતી
રાજ્યમાં ભારત બંધની અસર જોવા મળી હતી કેટલીક જગ્યાએ આગજની થઈ હતી

ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *