પંજાબની જવાબદારી મહિલાઓના શિરે:ગામમાં 10% પુરુષ, બાકીના આંદોલનમાં, મહિલાઓ ઘરેથી દિલ્હી રેશન મોકલે છે

india

પંજાબનાં 12,797 ગામમાં મોટે ભાગે પુરુષો આંદોલનનો હિસ્સો છે. 3500થી વધુ ગામ એવાં છે કે જ્યાં 10% પુરુષો હાજર છે, આથી મહિલાઓ ઘરથી ખેતી સુધી તમામ કામ સંભાળી રહી છે.

પટિયાલાના ગામની દલજિત કૌરના પતિ આર્મીમાં છે. ઘરની અઢી એકર ખેતી સસરા જશવંત સંભાળતા હતા, પરંતુ તેઓ આંદોલન માટે દિલ્હી ગયા છે.

ઘરની જવાબદારી દલજિત પર છે. તે રોજ ખેતરે જાય છે, પાકને પાણી આપે છે, ખાતર નાખે છે અને પશુઓના ઘાસચારાની પણ વ્યવસ્થા કરે છે.

અનેક ગામોમાં પુરુષની ગેરહાજરીમાં મહિલાઓ માત્ર ખેતી સંભાળે છે એવું નથી, પણ રસ્તા પર, ટોલ પ્લાઝા પર ધરણાંનો કાર્યક્રમ પણ યોજે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *